શોધખોળ કરો
Advertisement
આ યુવા ક્રિકેટરો પર કોહલી થયો ફીદા, કહ્યું- 19-20 વર્ષે તો હું.....
ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ યુવા ખેલાડી રિષભ પંત, શ્રેયર અય્યર અને શુબમન ગિલની ભરપેટ પ્રશંસા કરી હતી. જેમાંથી પંત અને અય્યરનો વિન્ડિઝ શ્રેણીમાં સમાવેશ કરાયો છે, જ્યારે ગિલને તક આપવામાં આવી નથી.
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા ઓગસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝ સામે વન ડે, ટી20 અને ટેસ્ટ શ્રેણી રમશે. વન ડે અને ટી 20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાએ કેટલાક યુવાઓને તક આપી છે. પરંતુ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ યુવા ખેલાડી રિષભ પંત, શ્રેયર અય્યર અને શુબમન ગિલની ભરપેટ પ્રશંસા કરી હતી. જેમાંથી પંત અને અય્યરનો વિન્ડિઝ શ્રેણીમાં સમાવેશ કરાયો છે, જ્યારે ગિલને તક આપવામાં આવી નથી.
કોહલીએ કહ્યું કે, આ ખેલાડીઓ અદભૂત છે. તેમનો આત્મવિશ્વાસ ખૂબ છે, જેના કારણે તેમની રમત જોવી ગમે છે. કોહલીએ એક અખબાર સાથે વાત કરતા કહ્યું કે, જ્યારે હું 19-20 વર્ષનો હતો ત્યારે આ યુવાઓથી અડઝો પણ નહોતો.
આઈપીએલ જેવી ટુર્નામેન્ટના કારણે આ યુવાઓની સ્કિલ ડેવલપ થઈ છે. તેઓ તેમની ભૂલમાંથી ખૂબ ઝડપથી શીખી રહ્યા છે. યુવા ખેલાડીઓ જાણે છે કે હું મારા આ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને દેશ માટે રમી શકીશ તેથી તેઓ હંમેશા કંઈક નવીન કરવા આતુર રહેતા હોય છે.
કોહલીએ કહ્યું, ધમકાવવા વાળો માહોલ હવે તો ડ્રેસિંગ રૂમમાં પણ નથી. જેટલો મૈત્રીભર્યો વ્યવહાર મારો કુલદીપ યાદવ સાથે હોય છે તેટલો જ મહેન્દ્ર સિંહ ધોની સાથે છે. માહોલ એવો છે કે કોઈપણ તેની વાત કોઈને જણાવી શકે છે. હું ખુદ કહી શકું છું કે, જુઓ આ ભૂલો મેં કરી છે, તમે ન કરતાં.
મહેસાણાઃપોલીસ સ્ટેશનમાં Tiktok વીડિયો બનાવનાર યુવતી કોણ છે ? જાણો વિગત
ગુજરાત કોંગ્રેસના કયા ટોચના નેતાએ વિધાનસભામાં કહ્યું, કર્ણાટકમાં કબડી રમવામાં પાવરધા છો તો ગુજરાત તમે ખો કેમ આપો છો ? જાણો વિગતે
આજે GST કાઉન્સિલની બેઠક, આ વસ્તુઓ થઈ શકે છે સસ્તી, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
Advertisement