શોધખોળ કરો
Advertisement
INDvsSA: પ્રથમ ટી20 માટે ધર્મશાળા પહોંચી ટીમ ઈન્ડિયા, 15 સપ્ટેમ્બરે રમાશે પ્રથમ મેચ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 15 સપ્ટેમ્બરથી ટી20 સીરીઝની શરૂઆત થઈ રહી છે. ત્રણ ટી20 મેચની પ્રથમ મેચ રવિવારે ધર્મશાળામાં રમાશે.
નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકા સામે રમાનારી ત્રણ મેચની ટી20 સીરીઝની પ્રથમ મેચ માટે ટીમ ઈન્ડિયા શુક્રવારે ધર્મશળા પહોંચી ગઈ છે. બન્ને ટીમો અહીં હિમાચલ પ્રદેશ ક્રિકેટ સંઘ સ્ટેડિયમમાં રવિવારે આમને સામને ટકરાશે.
મહેમાન ટીમ દક્ષિણ આફ્રિકા નવ સપ્ટેમ્બરે જ ધર્મશાળા પહોંચી ગઈ હતી. સીરીઝનો બીજો મુકાબલો 18 સપ્ટેમ્બરે મોહાલી અને ત્રીજી મેચ 22 સપ્ટેમ્બરે બેંગલુરુમાં રમાશે. તેના બાદ બન્ને ટીમ ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝ રમશે જે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ છે.
આ સીરીઝમાં દક્ષિણ આફ્રિકાની ટીમની કેપ્ટનશિપ વિકેટરકીપર-બેટ્સમેન ક્વિંટન ડી કૉક કરી રહ્યો છે. જો કે ટેસ્ટમાં ફાફ ડૂ પ્લેસિસ જ કપ્તાન રહેશે. ભારતીય ટીમઃ વિરાટ કોહલી(કપ્તાન), રોહિત શર્મા, કેએલ રાહુલ, શિખર ધવન, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, રિષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કૃણાલ પંડ્યા, વાશિંગટન સુંદર, રાહુલ ચહર, ખલીલ અહમદ, દીપક ચહર અને નવદીપ સૈની. દક્ષિણ આફ્રિકા ટીમ: ક્વિંટન ડિકૉક(કપ્તાન), રાસી વાન ડેર ડુસેન, તેંબા બાવુમા, જૂનિયર ડાલા, બ્યોર્ન ફોર્ચૂન, બૂરાન હેન્ડરિક્સ, રીઝા હેન્ડરિક્સ, ડેવિડ મિલર, એનરિચ નોર્જે, એન્ડિલ ફેહલૂકવાયો, ડ્વેન પ્રિટોરિયસ, કગીસો રબાડા, તબરેજ શમ્સી, જૉર્જ લિન્ડે IND vs SA: ધર્મશાળા T20માં વિરાટ કોહલી તોડી શકે છે રોહિત શર્માનો આ મોટો રેકોર્ડ, જાણો વિગત મુખ્ય પસંદગીકારે કયા કારણો આપીને હાર્દિક પંડ્યાને ટેસ્ટ ટીમની બહાર રાખ્યો, જાણો વિગતેA traditional welcome for #TeamIndia as they arrive in Dharamsala ahead of the 1st T20I against South Africa.#INDvSA pic.twitter.com/oUSxwUQ6ag
— BCCI (@BCCI) September 13, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
દેશ
બોલિવૂડ
Advertisement