શોધખોળ કરો
Advertisement
જસપ્રીત બુમરાહે તેની કરિયરના ઉદયનો શ્રેય ટીમ ઈન્ડિયાના ક્યા બેટ્સમેનને આપ્યો ? જાણો વિગત
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની સફળતાનો શ્રેય ભારતીય ટીમના વાઇસ કેપ્ટન રોહિત શર્માને આપ્યો છે. બુમરાહે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રોહિત શર્માની કેપ્ટનશિપમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી લઈ તે આજે વન ડેમાં ક્રિકેટ વિશ્વનો નંબર એક બોલર બની ગયો છે.
બુમરાહે કહ્યું કે, રોહિતે મારી આઈપીએલ કરિયરની શરૂઆતમાં ખૂબ મોકળાશ આપી હતી. મેચ દરમિયાન તે મારી પાસે આવે છે અને બોલિંગ અંગે પૂછે છે. તે મારી બોલિંગ મુજબ ફિલ્ડિંગ ગોઠવે છે. જે ક્યારેક કામ કરે છે તો ક્યારેક નથી કરતું. હું ટીમ ઈન્ડિયાનો પ્લેયર નહોતો તે પહેલાથી તે મને જુએ છે અને હાલમાં પણ જોઈ રહ્યો છે.
જસપ્રીત બુમરાહે કહ્યું કે, હું બાળપણમાં ટેનિસ બોલથી રમતો હતો. આ બોલથી તમે એક પ્રકારનો જ બોલ ફેંકી શકો છો. તેમાં લેંથ તો તમારા હિસાબથી હોય છે પરંતુ બાઉન્સર નથી નાંખી શકાતો. તે સમયે હું શોખથી રમતો હતો પરંતુ જ્યારે પ્રોફેશનલી રમવા લાગ્યો ત્યારે આ વાતનો અનુભવ થયો. બોલ પર કંટ્રોલ રાખવા તમારે ખૂબ મહેનત કરવી પડે છે. બોલિંગને સૌથી વધારે મજબૂત કડી યોર્કર પર મેં ખૂબ મહેનત કરી અને તેમાં નિપૂણતા મેળવી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
ઓટો
Advertisement