પાછળથી કોઈ તેને કહે છે કે, પહેલા પોતાનું નામ જણાવો તો તે કહે છે- ‘મારું નામ ક્રુણાલ પંડ્યા છે. હું વડોદરા, ગુજરાતથી છું, જે ભારતમાં છે.’ ભારતીય ટીમ હાલ ઈંગ્લેન્ડના પ્રવાસ પર છે જ્યાં તેણે 3 T20, 3 ODI અને 5 Test મેચ રમવાની છે.
2/5
આ પછી હાર્દિક પંડ્યાના ભાઈ ક્રુણાલ પંડ્યાનો વારો આવે છે. જેમાં ક્રુણાલ પંડ્યા ખુરશી પર ચઢીને કહે છે, “મને બહુ સારું લાગે છે.”
3/5
વીડિયોમાં સૌથી પહેલા દીપક ચહર જોવા મળે છે, જે ખુરશી પર ઉભો રહીને સવાલના જવાબ આપે છે. ચહરને પૂછવામાં આવ્યું કે ક્યાંથી છો અને કેવું લાગે છે? તેના જવાબમાં ચહરે કહ્યું- મારું નામ દીપક ચહર છે. આગરાથી છું, રાજસ્થાન માટે રમું છું. દરેકનું સપનું હોય છે કે ભારતીય ટીમમાં રમવાની તક મળે. તમારા બધાની સાથે રમીને સારું લાગશે.
4/5
જુનિયર ખેલાડીઓ સાથે મસ્તી કરતા નવા ખેલાડીઓના વીડિયોમાં ટીમના કોચ રવિ શાસ્ત્રી પણ દેખાય છે અને જાણે તેઓ પણ આ ખેલાડીઓની મસ્તની મજા લઈ રહ્યા છે.
5/5
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયા હાલમાં ઇંગ્લેન્ડના પ્રવાસે છે, જ્યાં તેણે પ્રથમ જીત મેળવી લીધી છે. પરંતુ આ પ્રવાસ પર જે નવા ખેલાડીઓને સ્થાન મળ્યું છે તેની સાથે ટીમના સીનીયર ખેલાડીઓએ ખૂબ મજા લીધી, તેમને ખુરશી પર ઉભા રાખીને તેને સવાલ જવાબ કરવામાં આવ્યા. સારી વાત એ રહી કે નવા સામેલ થયેલ ખેલાડીઓએ પણ આ પળની મજા લીધી. ટીમના નવા ખેલાડીઓ સાથે સીનિયર ખેલાડીઓના સવાલ જવાબનો આ સમગ્ર સિલસિલો કોચ રવી શાસ્ત્રીની નજર સામે થયો. આ સમગ્ર પળનો વીડિયો વાયરલ થયો છે.