શોધખોળ કરો
IPL ચેમ્પિયન ચેન્નઇ સુપરકિંગ્સને કેટલા કરોડ મળ્યાં, બીજા કયા ખેલાડીઓને કેટલી મળી પ્રાઈઝમની, જાણો વિગત

1/13

ચેન્નઈને વિજય અપાવવામાં શેન વોટ્સનનો સૌથી મોટો ફાળો રહ્યો હતો. વોટ્સનને સદી ફટકારી હતી. સ્ટ્રાઈકર ઓફ ધ મેચને એવોર્ડ શેન વોટ્સનને આપવામાં આવ્યો હતો જેના માટે તેને પ્રાઈઝમની તરીકે 1 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત વોટ્સન ફાઈનલ મેચમાં મેન ઓફ ધ મેચ માટે પણ પસંદગી થયો હતો જેના માટે 5 લાખ રૂપિયાની પ્રાઈઝમની આપવામાં આવી હતી.
2/13

રવિવારે હૈદરાબાદ અને ચેન્નઈ વચ્ચે આઈપીએલની ફાઈનલ મેચ રમાઈ હતી જેમાં ચેન્નઈનો વિજય થયો હતો. જોકે આ મેચમાં સુરેશ રૈનાએ બેસ્ટ કેચ પકડ્યો હતો જેના માટે તેને પ્રાઈઝમની તરીકે 10 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું હતું.
3/13

મહેન્દ્ર સિંહ ધોની હંમેશા ગમે તે ચર્ચામાં રહે છે તો આ વખતની આઈપીએલમાં કંઈ એવું કર્યું કે તેને પ્રાઈઝમની આપવામાં આવી હતી. ધોનીને આ વખતે આઈપીએલમાં નઈ સોચ એવોર્ડ આપવામાં આવ્યો હતો જેમાં તેને 10 લાખની પ્રાઈઝમની આપવામાં આવી હતી.
4/13

આઈપીએલમાં બેસ્ટ ગ્રાઉન્ડનો એવોર્ડ મોહાલીમાં આવેલ પીસીએ સ્ટેડિયમને આપવામાં આવ્યો હતો જેમાં 25 લાખ રૂપિયાની પ્રાઈઝમની આપવામાં આવી હતી.
5/13

આઈપીએલ આ વખતે બેસ્ટ ગ્રાઉન્ડનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો જેમાં કોલકત્તાના ઈડન ગાર્ડનની પસંદગી કરવામાં આવી હતી. જેમાં પ્રાઈઝમની તરીકે 50 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતાં.
6/13

આઈપીએલમાં મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર તરીકે કેકેઆરના સુનિલ નારાયણની પસંદગી કરવામાં આવી હતી. સુનિલને ટાટા નેક્સન કાર ઈનામ આપવામાં આવી હતી.
7/13

આ વખતે આઈપીએલમાં સ્ટાઈલિશ પ્લેયર અને ઈમર્જિગ પ્લેયર ઓફ ધ સિઝન તરીકે દિલ્હી ડેરડેવિલ્સના રિષભ પંતની પસંદગી કરવામાં આવી હતી. રિષભને પ્રાઈઝમની તરીકે 10-10 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું છે.
8/13

આઈપીએલ 2018માં પરફેક્ટ કેચ ઓફ ધ સિઝન તરીકે દિલ્હી ડેરડેવિલ્સના ટ્રેન્ટ બોલ્ટની પસંદગી કરવામાં આવી છે. તેણે વિરાટ કોહલીનો અદભુત કેચ પકડ્યો હતો. જેના માટે 10 લાખ રૂપિયાની પ્રાઈઝમની આપવામાં આવી હતી.
9/13

ફેર પ્લે એવોર્ડ તરીકે મુંબઈ ઈન્ડિયન ટીમની પસંદગી કરવામાં આવી હતી જેના માટે પ્રાઈઝમની 10 લાખ અને ટ્રોફી આપવામાં આવી હતી.
10/13

સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમ્સને આઈપીએલ 2018માં સૌથી વધુ 735 રન બનાવીને ઓરેન્જ કેપ પોતાની પાસે રાખી હતી. જેના માટે તેને 10 લાખ રૂપિયાની પ્રાઈઝમની આપવામાં આવી હતી.
11/13

કિંગ્સ ઈલેવન પંજાબનો બોલર એન્ડ્ર્યુ ટાઈએ આઈપીએલ 2018માં સૌથી વધુ વિકેટ ઝડપીને પર્પલ કેપ તેની પાસે રાખી હતી. જેના માટે તેને 10 લાખ રૂપિયાનું પ્રાઈઝમની આપવામાં આવ્યું હતું.
12/13

મુંબઇઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 11મી સીઝનની ફાઈનલ મેચમાં હૈદરાબાદને પરાજય આપીને ચેન્નઇ સુપરકિંગ્સ ચેમ્પિયન બની ગઈ હતી. બે વર્ષ સુધી પ્રતિબંધિત રહેલી ચેન્નઈએ ફરીવાર ટાઈટલ જીતીને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે. ચેન્નઈએ અગાઉ 2010 અને 2011માં ટાઇટલ જીત્યું હતું.
13/13

આ ટાઇટલ સાથે ચેન્નઇએ આઇપીએલમાં સૌથી વધુ વખત ચેમ્પિયન બનવાના મુંબઇ ઇન્ડિયન્સના રેકોર્ડની બરોબરી કરી હતી. મુંબઇ ઇન્ડિયન્સ પણ ત્રણ વખત ટાઇટલ જીતી ચૂકી છે. આઇપીએલના 11માં સીઝનમાં ફાઇનલ બાદ ઇનામોનો વરસાદ થયો હતો. ચેમ્પિયન ચેન્નઈને 20 કરોડ રૂપિયા ઈનામ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. જ્યારે ફાઇનલમાં હારનારી હૈદરાબાદની ટીમને 12.5 કરોડ રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું.
Published at : 28 May 2018 11:43 AM (IST)
Tags :
IPL 2018વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ગુજરાત
Advertisement
