શોધખોળ કરો
Advertisement
હવે રિંગમાં જોવા નહીં મળે WWEનો આ સુપરસ્ટાર રેસલર, નામ જાણીને ચોંકી જશો
ધ રોકએ WWEમાં છેલ્લે મોટી મેચ જૉન સીના સામે રેસલમેનિયા 29માં રમી હતી જેમાં તે હારી ગયો હતો.
નવી દિલ્હીઃ ડ્વેન જોનસનને સોમવારે સત્તાવાર રીતે વર્લ્ડ રેસલિંગ એન્ટરટેનેન્ટ(WWE)માંથી નિવૃત્તીની જાહેરાત કરી છે. ‘ધ રોક’ના નામથી જાણીતા ડ્વેન હવે ભવિષ્યમાં આ રમત સાથે જોડાવાની સંભાવના ફગાવી દીધી છે. આ પ્રથમ તક છે જ્યારે (WWE)માં કોઈ પ્રોફેશનલ રેસલરે આ રમતમાંથી સત્તાવાર નિવૃત્તીની જાહેરાત કરી છે.
ધ રોકએ WWEમાં છેલ્લે મોટી મેચ જૉન સીના સામે રેસલમેનિયા 29માં રમી હતી જેમાં તે હારી ગયો હતો. મહત્વકાંક્ષી ફૂટબોલ ખેલાડી, જૉનસને 1996માં WWEમાં એન્ટ્રી લીધી હતી. ધ રોકે પહેલી ચેમ્પિયનશિપ 1998માં જીતી હતી.
આઠ વખત WWE ચેમ્પિયન રહેલા ધ રોકે 2004માં ઈન્ડસ્ટ્રીનો સાથ છોડી દીધો કારણ કે તે એક્ટિંગમાં પોતાનું કરિયર બનાવવા માંગતો હતો. ધ રોકની ફિલ્મી સફર પણ શાનદાર રહી. તેણે અનેક સુપરહિટ ફિલ્મો આપી. ત્યાર બાદ તે ફરી 2011માં પાર્ટ-ટાઈમ રેસલર બનીને રિંગમાં પરત ફર્યો હતો. હાલમાં જ રોકની ફિલ્મ ‘ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ પ્રેસેન્ટઃ હોબ્સ એન્ડ શૉ’ હોલિવૂડમાં ધમાલ મચાવી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement