શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ટીમ ઈન્ડિયાના કયા તોફાની ક્રિકેટરને મમતા બેનર્જીએ આપી ટિકિટ, કઈ વિધાનસભા સીટ પરથી લડશે ચૂંટણી ? જાણો
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કૉંગ્રેસે પોતાના 291 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. સૌની નજર સ્ટાર કેન્ડીડેટ્સ પર છે.
કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કૉંગ્રેસે પોતાના 291 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. સૌની નજર સ્ટાર કેન્ડીડેટ્સ પર છે. તેની વચ્ચે હાલમાંજ ટીએમસીમાં જોડાનાર બંગાળ ક્રિકેટ ટીમના કેપ્ટન મનોજ તિવારીને પણ પાર્ટીએ ટિકિટ આપી છે.
ટીએમસીએ ક્રિકેટર મનોજ તિવારીને શિવપુર વિધાનસભા સીટ પરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યો છે. રાજકારણમાં આવ્યા બાદ મનોજ તિવારીએ કહ્યું કે, પાર્ટીમાં સામેલ થવા માટે તેને મમતા બેનર્જી પાસેથી પ્રેરણા મળી છે.
પશ્ચિમ બંગાળ ક્રિકેટ ટીમના કેપ્ટન તિવારીએ કહ્યું હતું કે, પેટ્રોલના ભાવ 100 રૂપિયાએ પહોંચી ગયો છે. દેશમાં શું ચાલી રહ્યું છે. ગરીબ અને ખેડૂતોની સ્થિતિ હાલના સમયે ખરાબ છે. હું એ લોકો માટે કામ કરવા માંગું છું. હું ફુલ ટાઈમ પોલિટિશિયન બનવા આવ્યો છું. મમતા બેનર્જી પાસેથી પ્રેરણા લઈને રાજનીતિના મેદાન પર રમવા આવ્યો છું.
મનોજ તિવારીએ ટીમ ઈન્ડિયા માટે 12 વનડે રમી છે. જ્યારે 3 ટી20 મેચ પણ રમી છે. આઈપીએલમાં પણ કંઈ ખાસ કમાલ કરી શક્યો નથી. જો કે હાલમાં જ રમાયેલી રણજી ટ્રોફીમાં ત્રેવડી સદી મારી હતી.
પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. પ્રથમ તબક્કા માટે 27 માર્ચના રોજ મતદાન યોજાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ધર્મ-જ્યોતિષ
Advertisement
gujarati.abplive.com
Opinion