શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આ મહિલા ક્રિકેટર ટેનિસમાં મચાવી રહી છે ધૂમ, બની વિશ્વની નંબર-2 ખેલાડી
મીડિયા અહેવાલ અનુસાર, 23 વર્ષની એશ્લે બાર્ટી હાલ ડબ્લ્યૂટીએ રેકિંગમાં 2 નંબરે છે.
નવી દિલ્હીઃ જો કોઈ ક્રિકેટર ટેનિસમાં ધૂમ મચાવે તો રમત પ્રેમીઓ ચોંકી જાય તો સ્વાભાવિક છે. પરંતુ આવું થઈ રહ્યું છે અને પ્રભાવિ રીતે થઈ રહ્યું છે. આમ કરનાર અન્ય કોઈ નહીં પણ ઓસ્ટ્રેલિયાની એશ્લે બાર્ટી છે. બાર્ટી જે એક સમયે ઓસ્ટ્રેલિયાની ટોપ ટી20 લીગમાં રમી ચૂકી છે અને નેશનલ ક્રિકેટ ટીમમાં સ્થાન બનાવવાની ખૂબ જ નજીક હતી, તે આજે વિશ્વની નંબર-2 ટેનિસ ખેલાડી છે.
મીડિયા અહેવાલ અનુસાર, 23 વર્ષની એશ્લે બાર્ટી હાલ ડબ્લ્યૂટીએ રેકિંગમાં 2 નંબરે છે. આ પહેલા બાર્ટી જૂન જુલાઈમાં દુનિયાની નંબર 1 મહિલા ટેનિસ ખેલાડી રહી ચૂકી છે. એશ્લે બાર્ટી 2010માં 14 વર્ષની ઉંમરમાં પ્રોફેશનલ ટેનિસ ખેલાડી બની ચૂકી હતી. તેને 2011માં વિંબલડનમાં જુનિયર ગર્લ્સનો ખિતાબ જીત્યો હતો.
અહેવાલ અનુસાર એશ્લે બાર્ટીએ 2014માં પ્રોફેશનલ ટેનિસથી બ્રેક લેવાની જાહેરાત કરી હતી અને ત્યાર બાદ તેને ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. 2015માં એશ્લે બાર્ટી મહિલાઓની ‘બિગ બેશ લીગ’માં બ્રિસ્બેન હીટ્સની ટીમમાં સામેલ થઈ હતી.
2016માં એશ્લે બાર્ટીએ ક્રિકેટ છોડી ફરી ટેનિસમાં વાપસી કરી અને આ જ વર્ષે પ્રથમ આઈટીએફ ખિતાબ જીત્યો. આ પહેલા તેણે 2018માં યુએસ ઓપનમાં ડબલ્સનો ખિતાબ જીત્યો હતો. 2019માં તે ફ્રેંચ ઓપન ચેમ્પિયન બની. બાર્ટીનો આ પહેલો સિંગલ્સ ગ્રેંડસ્લેમ ખિતાબ હતો. ત્યાર બાદ તે નંબર નવ ખેલાડી બની હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
સમાચાર
ક્રાઇમ
Advertisement
gujarati.abplive.com
Opinion