શોધખોળ કરો
એશિઝ સિરીઝ જીતવા માટે દોડવીર યુસૈન બોલ્ટ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓને કરશે મદદ, જાણો વિગતો
1/5

આ ઉપરાંત બોલ્ટે તે પણ કહ્યું હતું કે નિવૃત્તિ લીધા બાદ પણ તે ઘણો જ વ્યસ્ત છે. તે ફૂટબોલની રમત સાથે પણ સંકળાયો છે અને બુન્દેસલિગા ટુર્નામેન્ટની બોરુસિયા ડોર્ટમંડ ટીમને તાલીમ આપવા માટે તેને આમંત્રણ આપવામાં આવ્યું હતું. બોલ્ટે કહ્યું હતું કે હવે હું ફિટ થવાનો પ્રયાસ કરી રહ્યો છું. વર્લ્ડ ચેમ્પિયનશિપ દરમિયાન મારા હામસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી અને હવે મારા ડોક્ટરે મને ફિટ જાહેર કર્યો છ. તેથી હું મારી તાલીમ શરૂ કરી શકીશ. હું અહીં આવ્યો ત્યારે મેં મારી તાલીમ શરૂ કરી હતી. હવે હું ફિટ થઈને જમૈકા પરત ફરીશ.
2/5

તેણે કહ્યું હતું કે અમે વધુ ઝડપ કેવી રીતે મેળવી શકીએ છીએ તે અંગે બોલ્ટે અમને કેટલીક મહત્વની જાણકારી આપી હતી. અમે તેનો યોગ્ય રીતે અમલ કરીશું. શરૂઆતની કેટલીક બાબતો મહત્વની છે અને જો અમે તેને યોગ્ય રીતે અમલી બનાવીશું તો ચોક્કસથી અમારી ઝડપમાં સુધારો થશે.
Published at : 21 Nov 2017 12:15 PM (IST)
View More






















