શોધખોળ કરો
પત્ની ધનશ્રી સાથે માલદીવ્સમાં વેકેશન માણી રહ્યો છે ચહલ, રોમેન્ટિક તસવીર અને વીડિયો કર્યો શેર
તાજેતરમાં જ ધનશ્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર માલદીવના કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા છે. તસવીરોમાં યુઝવેન્દ્ર અને ધનશ્રી રોમેન્ટિક પોઝ આપતા નજરે પડે છે.

તસવીર-ઈન્સ્ટાગ્રામ
ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ ગત વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કર્યા હતા. બન્નેએ આ વાતની જાણકારી સોશિયલ મીડિયા પર આપી હતી. કોરોના મહામારીના કારણે લગ્નમાં માત્ર પરિવાર અને નજીકના સંબંધીઓ જ હાજર રહ્યાં હતા. ત્યારે હવે બન્ને માલદીવમાં વેકેશેન માણી રહ્યાં છે. જેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. તાજેતરમાં જ ધનશ્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર માલદીવના કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા છે. તસવીરોમાં યુઝવેન્દ્ર અને ધનશ્રી રોમેન્ટિક પોઝ આપતા નજરે પડે છે. યુઝવેન્દ્રએ પણ એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. તસવીર સાથે યુઝવેન્દ્રએ લખ્યું છે કે, ગુમાવવા માટે આ કોઈ ખરાબ જગ્યા નથી.
ધનશ્રીએ પોતાનો એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તે સમુદ્ર કિનારે વોકિંગ કરતી નજર આવી રહી છે. વીડિયો શેર કરતા ધનશ્રીએ લખ્યું કે, સ્વર્ગમાં કેટલીક શાનદાર ક્ષણ વિતાવી રહી છું.View this post on Instagram
ઉલ્લેખનીય છે કે, ધનશ્રી ડાન્સ કોરિયોગ્રાફર પણ છે અને તે યૂટ્યૂબ પર પોતાના ડાન્સનો વીડિયો પણ શેર કરતી રહે છે.View this post on Instagram
View this post on Instagram
વધુ વાંચો





















