શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાનની આ હીરોઇને ભારતીય વાયુસેનાના લાપતા વિમાનની ઉડાવી મજાક, ભારતીયોએ કરી ટ્રૉલ
વીનાએ ભારતીય વાયુસેનાના An-32 વિમાન ગાયબ થવાને લઇને અસંવેદનશીલ નિવેદન આપ્યુ છે, વીનાએ આ માટી પીએમ મોદીની મજાક ઉડાવી છે
નવી દિલ્હીઃ પાકિસ્તાની એક્ટ્રેસ વીના મલિક ફરી એકવાર પોતાના વિવાદિત નિવેદનને લઇને ચર્ચામાં આવી છે. વીનાએ ભારતીય વાયુસેનાના An-32 વિમાન ગાયબ થવાને લઇને અસંવેદનશીલ નિવેદન આપ્યુ છે, વીનાએ આ માટી પીએમ મોદીની મજાક ઉડાવી છે. સોશ્યલ મીડિયા પર હાલ આ નિવેદનને લઇને લોકો વીના મલિકને ટ્રૉલ કરી રહ્યાં છે.
વીનાએ ટ્વીટર પર મજાક ઉડાવતા લખ્યુ કે, - #IAF An-32, દૂર્ઘટનાગ્રસ્ત નથી થયુ, હવામાન બહુજ ખરાબ છે, અને રડાર તેની જાણકારી નથી મેળવી શકતુ. Military Scientist, પીએમ શ્રી. #NarendraModi ????@IAF_MCC @નરેન્દ્ર મોદી."... આ કન્ટ્રૉલવર્સિયલ ટ્વીટને લઇને વીનાને ફેન્સ ટ્રૉલ કરી રહ્યાં છે.
એક યૂઝરે વીનાને ટ્રૉલ કરતાં લખ્યુ "પરફેક્ટ ઉદાહરણ, જે થાળીમાં ખાવાનું તે જ થાળીમાં છેદ કરવો.", બીજાએ લખ્યુ, બસ પાકિસ્તાનનીઓને જુઠ્ઠુ બોલતા જ આવડે છે, હવે આ લોકોને કામ નથી મળી રહ્યુ તો આ કામ કરી રહ્યાં છે. વળી કેટલાક લોકોએ તો વીનાને ધમકી પણ આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે, આસામના જોરહટથી સોમવારે બપોરે અરુણાચલ પ્રદેશ જવા માટે ઉડાન ભર્યા બાદ ભારતીય વાયુસેનાનું An-32 વિમાન લાપતા થઇ ગયુ હતુ. વિમાનની તપાસ હાલમાં સતત ચાલી છે. વિમાનમાં 8 ક્રૂ મેમ્બર્સ અને 5 લોકો સવાર હતા. ખરાબ હવામાનના કારણે સર્ચ ઓપેરશનમાં સમસ્યાઓ આવી રહી છે.#IAF An-32 hasn’t crashed. Weather is too CLOUDY and Radars can’t detect it, - Military Scientist, PM Shree #NarendraModi ????@IAF_MCC @narendramodi
— VEENA MALIK (@iVeenaKhan) June 3, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
અમદાવાદ
સમાચાર
Advertisement