શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Vijay hazare trophy 2021: ઈશાન કિશનની વિસ્ફોટક બેટિંગ, 11 સિક્સ, 19 ફોરથી બનાવ્યા 173 રન
ઈશાને પોતાની ઈનિંગ દરમિયાન 94 બોલમાં 19 ફોર અને 11 સિક્સની મદદથી 173 રન બનાવ્યા હતા.
નવી દિલ્હી: વિજય હજારે ટ્રોફી 2021 શરુ થઈ ગઈ છે અને આ ટુર્નામેન્ટની શરુઆત ઝારખંડના કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશને ધમાકેદાર બેટિંગ સાથે કરી છે. વિજય હઝારે ટ્રોફી વનડે ફોર્મેટમાં રમાય છે. પ્રથમ દિવસે રાઉન્ડ-1 માટે એલીટ ગ્રુપ-બીમાં ઝારખંડ અને મધ્યપ્રદેશ વચ્ચેની મેચ રમાઈ. મધ્યપ્રદેશએ ટોસ જીતીને ઝારખંડને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ઇશાનની જોરદાર ઇનિંગના આધારે ઝારખંડએ 50 ઓવરમાં 9 વિકેટે 422 રન બનાવ્યા હતા.
ઈશાને પોતાની ઈનિંગ દરમિયાન 94 બોલમાં 19 ફોર અને 11 સિક્સની મદદથી 173 રન બનાવ્યા હતા. ઇશાન સિવાય સુચિત રોયે 72, વિરાટસિંહે 68 અને સુમિત કુમારે 52 રન બનાવ્યા. બાયો સિક્યોર એન્વાયર્નમેન્ટમાં રમાય રહેલી આ ટૂર્નામેન્ટના પહેલા દિવસે કુલ 9 મેચ રમાઇ રહી છે.
વિજય હરાજે ટ્રોફીમાં બેસ્ટ ઈન્ડીવિઝ્યુઅલ સ્કોર મામલે ઈશાન સાતમાં નંબરે પહોંચી ગયો છે. સંજુ સેમસન (નોટઆઉટ 212 રન), યશસ્વી જયસવાલ (203), કૌશલ (202), અજિંક્ય રહાણે (187 રન), વસીમ જાફર (નોટઆઉટ 178), બેન્સ( નોટઆઉટ 173), આ મામલે આગળ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion