સૂત્રોના કહેવા પ્રમાણે સીબીઆઇ અને ઇડીએ સાથે મળીને ચાર્જશી બનાવી છે. જેના આધાર પર ભારત સરકાર બ્રિટન સરકારને માલ્યાને સોંપવાની અપીલ કરશે.
3/7
વાસ્તવમાં લંડનના વેસ્ટમિન્સટર મેજીસ્ટ્રેટ કોર્ટમાં આઇડીબીઆઇ બેન્કના 900 કરોડ રૂપિયાની લોન પર માલ્યા વિરુદ્ધ સુનાવણી ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, કેસની આગામી સુનાવણી 13 જૂનના રોજ યોજાશે.
4/7
ઉલ્લેખનીય છે કે માલ્યા 9000 કરોડ રૂપિયાની લોન લઇને ફરાર થઇ ગયા છે. ઇડી માલ્યાની ધરપકડ માટે પ્રયાસો કરી રહી છે. આ મામલે ઇડીએ પોતાની ચાર્જશીટ તૈયાર કરી દીધી છે અને તેને ટૂંક સમયમાં લંડનની કોર્ટમાં દાખલ કરવામાં આવશે.
5/7
વિજય માલ્યા પર અનેક બેન્કો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાના અનેક કેસ ચાલી રહ્યા છે. માલ્યા ઇન્ડિયન પ્રિમિયર લીગની રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટીમના માલિક છે.
6/7
એક રિપોર્ટ્સ પ્રમાણે, સ્ટેડિયમમાં મેચ દરમિયાન સુનીલ ગવાસ્કર માલ્યા સાથે વાત કરતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર માલ્યા સાથે વાત કરતી ગવાસ્કરની તસવીર ખૂબ ઝડપથી વાયરલ થઇ રહી છે.
7/7
બર્મિગહામઃ બેન્કોના કરોડો રૂપિયા લઇને ભાગી ગયેલા વોન્ટેડ ભારતીય બિઝનેસમેન વિજય માલ્યા ઇગ્લેન્ડમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચનો આનંદ ઉઠાવતા જોવા મળ્યા હતા. માલ્યાએ સ્ટેડિયમમાં હાજર રહીને ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો આનંદ માણ્યો હતો. ખાસ વાત એ ભારત સરકાર માલ્યાની ધરપકડનો પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન માલ્યા ભારતના પૂર્વ ક્રિકેટર સુનીલ ગવાસ્કર સાથે વાતચીત કરતા ક્લિક થયા હતા.