શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
વિજય માલ્યા કઈ યુવતીને લઈને ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ જોવા આવ્યો? નામ જાણીને ચોંકી જશો
વિજય માલ્યાની સ્ટેડિયમની અંદર જતી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. આ તસવીરો જોઈને ચાહકો રોષે ભરાયા હતાં. સોશિયલ મીડિયામાં યુઝર્સે વિજય માલ્યાને ખરું-ખોટું સંભળાવ્યું હતું.
![વિજય માલ્યા કઈ યુવતીને લઈને ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ જોવા આવ્યો? નામ જાણીને ચોંકી જશો Vijay Mallya with girlfriend Pinky Lalwani spotted at Oval stadium in London વિજય માલ્યા કઈ યુવતીને લઈને ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ જોવા આવ્યો? નામ જાણીને ચોંકી જશો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/06/10041134/Face1.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
લંડન: ભાગેડું વિજય માલ્યા રવિવારે ભારત-ઓસ્ટ્રેલિયા મેચ જોવા માટે ઓવલ ગ્રાઉન્ડ પહોંચ્યો હતો. આ દરમિયાન પત્રકારો સાથે વાત કરતાં તેણે કહ્યું હતું કે, હું અહીં ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ જોવા આવ્યો છું. જોકે વિજય માલ્યા સ્ટેડિયમની બહાર પહોંચતાં જ લોકોએ ચોર ચોરના સુત્રોચ્યાર કર્યા હતાં.
વિજય માલ્યાની સ્ટેડિયમની અંદર જતી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. આ તસવીરો જોઈને ચાહકો રોષે ભરાયા હતાં. સોશિયલ મીડિયામાં યુઝર્સે વિજય માલ્યાને ખરું-ખોટું સંભળાવ્યું હતું. કેટલાંક યુઝર્સે વિજય માલ્યાને ડાકુ કહી દીધો છે. જોકે, આ પહેલી વાર નથી કે ભારતમાંથી ભાગ્યા બાદ વિજય માલ્યા મેચ જોવા ગયો હોય.
નોંધનીય છે કે, વિજય માલ્યા ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ જોવા ઓવલ સ્ટેડિયમ પહોંચ્યો હતો તે દરમિયાન વિજય માલ્યાની સાથે તેની ગર્લફ્રેન્ડ પિંકી લાલવાણી અને તેની માતા પણ જોવા મળી હતી.
ઉલ્લેખનીય છે કે, માલ્યા આ પહેલાં ગત વર્ષે સપ્ટેમ્બરમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ જોવા પણ ઓવલ પહોંચ્યો હતો. ત્યારે ટીમ ઈન્ડિયાના કેટલાંક સમર્થકોએ તેને જોઈને ‘ચોર ચોર’ના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
માલ્યા ઈંગ્લેન્ડ ગયેલી ભારતીય ટીમને મળવા પણ માંગતો હતો પરંતુ ત્યારે સરકારે તેની મંજૂરી આપી ન હતી. 2017માં થયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં માલ્યા ભારતની મેચ જોવા સ્ટેડિયમ પહોંચ્યો હતો ત્યારે પણ તેને હૂટિંગનો સામનો કરવો પડ્યો હતો.
![વિજય માલ્યા કઈ યુવતીને લઈને ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ જોવા આવ્યો? નામ જાણીને ચોંકી જશો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/06/10093800/Match-300x225.jpg)
![વિજય માલ્યા કઈ યુવતીને લઈને ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ જોવા આવ્યો? નામ જાણીને ચોંકી જશો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/06/10093806/Vijay-Malya-300x225.jpg)
![વિજય માલ્યા કઈ યુવતીને લઈને ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ જોવા આવ્યો? નામ જાણીને ચોંકી જશો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/06/10093812/Vijay-Malya2-300x225.jpg)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
રાજકોટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)