વિનેશ ફોગાટે બ્રિજ ભૂષણ શરણ સિંહ પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. તે 6 મહિલા કુસ્તીબાજોમાંની એક છે જેમણે ફરિયાદ નોંધાવી છે.
વિનેશ ફોગાટનો ધડાકો: ‘મારું પણ જાતીય શોષણ થયું છે’, બ્રિજ ભૂષણ પર લગાવ્યા ગંભીર આરોપ
Vinesh Phogat Allegations: WFIની ગોંડા ટુર્નામેન્ટથી ડરી વિનેશ ફોગાટ, જાતીય શોષણનો શિકાર હોવાનો કર્યો મોટો ખુલાસો.

- વિનેશ ફોગાટે બ્રિજ ભૂષણ પર જાતીય શોષણનો આરોપ મૂક્યો.
- ગોંડામાં ટુર્નામેન્ટ યોજાવાથી સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી.
- સરકારની નિષ્ક્રિયતા સામે વિનેશનો ગુસ્સો, જવાબદારી સરકારની.
- WFI પ્રમુખે આરોપો ફગાવ્યા, સુરક્ષાની ખાતરી આપી.
Vinesh Phogat Allegations: ભારતીય રેસલર વિનેશ ફોગાટે રવિવારે (3 મે, 2026) એક મોટો ખુલાસો કરતા દાવો કર્યો છે કે તે પણ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (WFI) ના પૂર્વ અધ્યક્ષ બ્રિજ ભૂષણ શરણ સિંહના જાતીય શોષણનો ભોગ બની ચૂકી છે. આ સાથે જ તેણે બ્રિજ ભૂષણના ગઢ ગણાતા ઉત્તર પ્રદેશના ગોંડામાં આગામી ટુર્નામેન્ટ યોજવાના નિર્ણય પર પોતાની સુરક્ષાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. વિનેશનું કહેવું છે કે આવા ડરના વાતાવરણમાં નિષ્પક્ષ રમત રમવી શક્ય નથી અને આ સમગ્ર મામલે સરકાર પણ મૂક પ્રેક્ષક બનીને તમાશો જોઈ રહી છે.
ગોંડામાં રમવું માનસિક રીતે ત્રાસદાયક છે: વિનેશ
ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અને સોશિયલ મીડિયા પર શેર કરેલા એક વીડિયોમાં વિનેશે પોતાની આપવીતી વર્ણવી છે. તેણે કહ્યું કે જે 6 મહિલા કુસ્તીબાજોએ બ્રિજ ભૂષણ સામે જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી હતી, તેમાંથી એક તે પોતે પણ છે. અત્યારે આ વાત બહાર લાવવાનું મુખ્ય કારણ એ છે કે 10 થી 12 મે દરમિયાન ગોંડાની નંદિની નગર કોલેજમાં નેશનલ ઓપન રેન્કિંગ ટુર્નામેન્ટ યોજાવા જઈ રહી છે. વિનેશ લગભગ 20 મહિના પછી મેદાનમાં વાપસી કરી રહી છે અને એશિયન ગેમ્સના સિલેક્શન ટ્રાયલ માટે આ ટુર્નામેન્ટ રમવી તેના માટે છેલ્લી તક છે. પરંતુ ગોંડામાં જઈને રમવું તેના માટે માનસિક રીતે ખૂબ જ ભારે પડશે.
🇮🇳🙏 pic.twitter.com/hQrGmMLMrS
— Vinesh Phogat (@Phogat_Vinesh) May 3, 2026
"મારી સાથે કંઈ અઘટિત થશે તો સરકાર જવાબદાર રહેશે"
વિનેશે વીડિયોમાં સીધી સરકાર પર નિશાન સાધતા કહ્યું છે કે ખેલાડીઓની મદદ માટે કોઈ આગળ નથી આવી રહ્યું અને બ્રિજ ભૂષણને ખુલ્લી છૂટ આપી દેવામાં આવી છે. તેણે ચેતવણી આપી છે કે જો ગોંડામાં તેની કે તેની ટીમ સાથે કંઈપણ ખોટું થશે, તો તેની પૂરી જવાબદારી સરકારની રહેશે. વધુમાં, તેણે એવો પણ ડર વ્યક્ત કર્યો છે કે ત્યાં બધું બ્રિજ ભૂષણના કંટ્રોલમાં હોવાથી રેફરી પણ તેમના જ માણસો હોઈ શકે છે, જેનાથી મેચમાં કોને પોઈન્ટ મળશે અને કોણ જીતશે કે હારશે તે પહેલેથી જ ફિક્સ હોવાની પૂરી શક્યતા છે.
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
WFI પ્રમુખ સંજય સિંહે આરોપો ફગાવ્યા
બીજી તરફ, WFIના હાલના પ્રમુખ સંજય સિંહે આ તમામ આરોપોને ફગાવી દીધા છે. તેમણે વિનેશને વ્યક્તિગત રીતે સુરક્ષાની ખાતરી આપતા કહ્યું છે કે ગોંડામાં પૂરતો બંદોબસ્ત કરવામાં આવશે અને સુરક્ષાની કોઈ કમી નહીં રહે. રેફરી બાબતે તેમણે સ્પષ્ટ કર્યું કે ટુર્નામેન્ટના તમામ રેફરી એક ઓથોરાઈઝ્ડ પેનલમાંથી આવે છે અને તેમાં બ્રિજ ભૂષણ કે તેમનો પોતાનો કોઈ જ હસ્તક્ષેપ હોતો નથી. સંજય સિંહે આ મામલે રાજકારણ ન રમવાની સલાહ આપતા કહ્યું કે કેસ કોર્ટમાં હોવાથી તેના પર વધુ ટિપ્પણી કરવી યોગ્ય નથી.
ઉલ્લેખનીય છે કે, 2023 માં વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા અને સાક્ષી મલિક સહિતના દિગ્ગજ રેસલર્સે જંતર-મંતર પર બ્રિજ ભૂષણ સામે લાંબો વિરોધ પ્રદર્શન કર્યો હતો. વિનેશનું સ્પષ્ટ કહેવું છે કે તે ફરી એકવાર દેશ માટે મેડલ જીતવા માંગે છે, પરંતુ તેના માટે તેને એક સુરક્ષિત અને ન્યાયી વાતાવરણ મળવું જરૂરી છે.
Frequently Asked Questions
વિનેશ ફોગાટે WFI ના પૂર્વ અધ્યક્ષ બ્રિજ ભૂષણ શરણ સિંહ પર શું આરોપ લગાવ્યો છે?
ગોંડામાં યોજાનારી ટુર્નામેન્ટ અંગે વિનેશ ફોગાટને શું ચિંતા છે?
વિનેશને ગોંડામાં ટુર્નામેન્ટ યોજાવાથી તેની સુરક્ષા અંગે ચિંતા છે. તેને ડર છે કે આવા ડરના વાતાવરણમાં નિષ્પક્ષ રમત શક્ય નથી.
ગોંડામાં ટુર્નામેન્ટ યોજવાના નિર્ણય અંગે WFI પ્રમુખ સંજય સિંહનું શું કહેવું છે?
WFI પ્રમુખ સંજય સિંહે વિનેશને સુરક્ષાની ખાતરી આપી છે અને કહ્યું છે કે પૂરતો બંદોબસ્ત કરવામાં આવશે. તેમણે રેફરીઓની સ્વતંત્રતા પર પણ ભાર મૂક્યો.
શું વિનેશ ફોગાટ ફરી એકવાર દેશ માટે રમવા માંગે છે?
હા, વિનેશ ફોગાટ દેશ માટે મેડલ જીતવા માંગે છે, પરંતુ તેના માટે તેને સુરક્ષિત અને ન્યાયી વાતાવરણની જરૂર છે.





















