Shikhar Dhawan: ક્રિકેટ બાદ ધવનની હવે ફિલ્મોમાં એન્ટ્રી, પહેલી જ ફિલ્મમાં આ હૉટ એક્ટ્રેસ સાથે કરશે રોમાન્સ, જુઓ ફર્સ્ટ લૂક..........
સોશ્યલ મીડિયા પર આમતેમ ફરી રહેલી તસવીરમાં શિખર ધવન એક બ્લેક સૂટમાં દેખાઇ રહ્યો છે, વળી, હુમા કુરેશી લાલ કલરના ગાઉનમાં દેખાઇ રહી છે.
Shikhar Dhawan Double XL First Look: પોતાની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયાને સીરીઝો પર સીરીઝો જીતાડનારો શિખર ધવન હવે જલદી મોટી પડદા પર જલવો બતાવશે. તાજેતરમાં જ હૉટ એક્ટ્રેસ હુમા કુરેશીની સાથે તેનો એક ફોટો વાયરલ થયો છે, જેમાં તે રોમાન્સ સાથે એક્ટિંગ કરતો દેખાઇ રહ્યો છે. ધવન હુમા કુરેશીના હાથમાં હાથ નાંખીને ઉભો છે. ઉલ્લેખનીય છે કે, શિખર ધવન, હુમા કુરેશી અને સોનાક્ષી સિન્હાની આવનારી ફિલ્મ ડબલ એક્સએલથી ફિલ્મી દુનિયામાં પગ મુકશે.
આ લૂકમાં દેખાશે -
સોશ્યલ મીડિયા પર આમતેમ ફરી રહેલી તસવીરમાં શિખર ધવન એક બ્લેક સૂટમાં દેખાઇ રહ્યો છે, વળી, હુમા કુરેશી લાલ કલરના ગાઉનમાં દેખાઇ રહી છે. બન્ને એકબીજાના હાથોમાં હાથ નાંખીને ડાન્સ સ્ટેપ કરતા દેખાઇ રહ્યાં છે. તસવીરને હુમા કુરેશીએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
View this post on Instagram
સ્ટૉરી છે દમદાર - શિખર ધવન
શિખર ધવને આ ફિલ્મને લઇને પિન્કવિલા સાથે વાત કરતા કહ્યું- દેશ માટે માટે રમનારા એથ્લેટ તરીકે જિંદગી ખુબ વ્યસ્ત રહે છે, સારી ફિલ્મ જોવી મારી પસંદગી છે. જ્યારે મારી પાસે આ મોકો આવ્યો તો મે સ્ટૉરી સાંભળી અને સ્ટૉરીએ મારા પર ઘેરો પ્રભાવ નાંખ્યો, અને મને આશા છે કે સમાજ માટે બહુ સારો મેસેજ છે કે કેટલાક નવયુવાન છોકરા અને છોકરીઓ પોતાના સપનાનો પીછો કરશે પછી તે કોઇપણ હોય.
Watch: જીત બાદ ધવન એન્ડ કંપનીએ મનાવ્યો જોરદાર જશ્ન, પંજાબી ગીત પર ખેલાડીઓનો ડાન્સ કરતો વીડિયો વાયરલ
Indian Players Dancing: દક્ષિણ આફ્રિકા (South Africa)ની વિરુદ્ધ ત્રણ મેચોની વનડે સીરીઝમાં છેલ્લી અને નિર્ણાયક વનડેમાં ભારતીય ટીમે (Team India) 7 વિકેટથી શાનદાર જીત મેળવી, આ જીતનો એક ખાસ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં કેપ્ટન શિખર ધવન એન્ડ કંપની જોરદાર ડાન્સ કરીને જીતનો જશ્ન મનાવતી દેખાઇ રહી છે. અંતિમ અને ફાઇનલ વનડેમાં દક્ષિણ આફ્રિકા ટીમને માત્ર 99 રન પર ઓલઆઉટ કરી દીધી હતી, જવાબમાં ભારતીય ટીમે 3 વિકેટ ગુમાવીને 7 વિકેટથી જીત મેળવી હતી, આ સાથે જ વનડે સીરીઝને 2-1થી ફતેહ કરી લીધી હતી, આ પહેલા આ પહેલા રોહિત શર્માની આગેવાની વાળી ટીમ ઇન્ડિઆએ દક્ષિણ આફ્રિકાને ત્રણ મેચોની ટી20 સીરીઝમાં 2-1થી હાર આપી હતી.
ભારતીય ખેલાડીઓ ડ્રેસિંગ રૂમમાં પંજાબી બૉલીવુડ સિંગર દલેર મેંહદીના જાણીતી સોન્ગ 'બોલો તા રા રા રા રા' પર જોરદાર ડાન્સ કર્યો હતો. તમામ ખેલાડીઓ આ દરમિયાન એક જેવા સ્ટેપ્સ કરતા દેખાયા હતા. કેપ્ટન શિખર ધવને આ મોજ મસ્તીનો અને ડાન્સ વીડિયો સોશ્યલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોને સોશ્યલ મીડિયા ખુબ પસંદ કરવામા આવી રહ્યો છે.
View this post on Instagram
-----
View this post on Instagram
View this post on Instagram