વિરાટ કોહલીએ ફર્સ્ટ ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર ફર્સ્ટ લુક શેર કર્યો છે. જેમાં તે સુપરહિરોના અવતારમાં જોવા મળી રહ્યો છે. પોસ્ટરમાં જણાઈ રહ્યું છે કે વિરાટ કોહલી બન્ને હાથ પહોળી કરીને ચાલી રહ્યો છે અને પાછળ કાર્સ એક બીજા સાથે ટકરાઈ રહી છે.
2/4
જોકે વિરાટની આ પોસ્ટને લઈને કેટલીક મૂંઝવણ પણ છે. કારણ કે આ પોસ્ટરમાં એક હિંટ છે. વિરાટ જે કપડાના બ્રાન્ડનું પ્રમોશન કરે છે તેમના દ્વારા જ આ ફિલ્મ નિર્મિત છે. બની શકે કે વિરાટ કોઈ નવી જાહેરાતમાં જોવા મળે.
3/4
પોસ્ટર શેર કરતાં વિરાટ લખ્યું છે કે, 10 વર્ષ પછી બીજી એક ડેબ્યુ. આ ફિલ્મ 28 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થશે.
4/4
નવી દિલ્હીઃ શું ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી ક્રિકેટ ઉપરાંત નવું કામ શોધી રહ્યા છે. વિરાટ કોહલીના એક લેટેસ્ટ ટ્વીટથી સોશિયલ મીડિયામાં મૂંઝવણ ઉભી થઈ રહી છે. વિરાટ કોહલીની પ્રથમ ફિલ્મ ટ્રેઈલર ધ મૂવીનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે.