શોધખોળ કરો

IND v WI: વિરાટ કોહલીએ પાકિસ્તાનના શાહિદ આફ્રિદીનો તોડ્યો આ મોટો રેકોર્ડ, જાણો વિગતે

કોહલીને શુક્રવારે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટી-20માં મળેલો મેન ઓફ ધ મેચનો એવોર્ડ T20Iનો તેનો 12મો એવોર્ડ હતો. જેની સાથે જ તેણે પાકિસ્તાનના ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીને પાછળ રાખી દીધો હતો.

નવી દિલ્હીઃ હૈદરાબાદમાં શુક્રવારે રાતે રમાયેલી વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટી20 મેચ ભારતે છ વિકેટે જીતી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 5 વિકેટ ગુમાવી 207 રન કર્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 18.4 ઓવરમાં 4 વિકેટના નુકસાને 209 રન કર્યા હતા. ભારત તરફથી કેપ્ટન કોહલીએ 50 બોલમાં અણનમ 94 રન ફટકાર્યા હતા. જેના કારણે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. કોહલીને શુક્રવારે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટી-20માં મળેલો મેન ઓફ ધ મેચનો એવોર્ડ T20Iનો તેનો 12મો એવોર્ડ હતો. જેની સાથે જ તેણે પાકિસ્તાનના ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીને પાછળ રાખી દીધો હતો. આફ્રિદીને T20Iમાં 11 વખત મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. આ ઉપરાંત તેણે T20Isમાં સૌથી વધુ મેન ઓફ ધ મેચનો એવોર્ડ મેળવનારા ખેલાડીમાં સંયુક્ત રીતે પ્રથમ નંબરે આવી ગયો છે. અફઘાનિસ્તાનનો મોહમ્મદ નબી પણ T20Iમાં 12 વખત મેન ઓફ ધ મેચ બની ચુક્યો છે. શાનદાર ઈનિંગ રમી કોહલીએ ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ ઉપરાંત 3 વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા હતા. જેમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ સામેલ છે. કોહલીએ રોહિત શર્માનો ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રનનો રેકોર્ડ તોડ્યો છે. રોહિત શર્માએ ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 2539 રન બનાવ્યા છે. જ્યારે, વિરાટ કોહલીએ હવે 2544 રન બનાવી લીધા છે. વિરાટ કોહલીએ આ મુકાબલામાં પોતાના ટી 20 ઈન્ટરનેશનલ કરિયરમાં 23મી વખત 50થી વધારે રન બનાવ્યા છે. આ પહેલા રોહિત શર્માએ ભારત માટે અંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં 22થી વધુ વખત 50થી વધારે રનની ઈનિંગ રમી હતી, જે એક વર્લ્ડ રેકોર્ડ હતો. આ મેચ દરમિયાન કોહલીએ 50 કરતા વધારે રન બનાવી રોહિત શર્માનો આ રેકોર્ડ તોડી નાખ્યો છે. વિરાટ કોહલી દુનિયાનો બીજો એવો ક્રિકેટર બની ગયો છે, જેણે ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 2500 રનનો આંકડો પાર કર્યો છે. કોહલીએ 73 મેચમાં 50થી વધુ એવરેજથી 2500 રન પૂરા કર્યા છે. આ રેકોર્ડ બનાવનાર તે દુનિયાનો પ્રથમ ખેલાડી બની ગયો છે. રોહિત શર્માએ પહેલા જ આ માઈલસ્ટોન પાર કર્યો હતો, પરંતુ તેણે 100 મેચ રમી આ રેકોર્ડ બનાવ્યો હતો. હૈદરાબાદ એન્કાઉન્ટર પર CJI અરવિંદ બોબડેએ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું ? ઉન્નાવ ગેંગરેપ કેસની પીડિતાના મોત પર રાહુલ ગાંધીએ કર્યું ટ્વિટ, કહ્યું- માનવતાને લજવનારી ઘટનાથી આક્રોશમાં અને સ્તબ્ધ છું

ટોપ સ્ટોરી

કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
Hockey: વર્લ્ડકપમાં બીજા રાઉન્ડનું શિડ્યૂલ આવ્યુ સામે, જાણો ભારત ક્યારે-ક્યારે રમશે ?
Hockey: વર્લ્ડકપમાં બીજા રાઉન્ડનું શિડ્યૂલ આવ્યુ સામે, જાણો ભારત ક્યારે-ક્યારે રમશે ?

વિડિઓઝ

Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
Embed widget