શોધખોળ કરો
કોહલીએ ટેસ્ટ રેન્કિંગમાં લગાવી લાંબી છલાંગ, આ નંબરે પહોંચ્યો
1/4

નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન વિરાટ કહોલી આઈસીસીના બેટ્સમેનના ટેસ્ટ રેન્કિંગમાં એક ક્રમ ઉપર ચડીને પાંચમાં સ્થાન પર પહોંચી ગયા છે. પરંતુ તેના સાથી રવીન્દ્ર જાડેજા બોલિંગની યાદીમાં એક સ્થાન નીચે ઉતરીને ત્રીજા નંબર પર આવી ગયો છે. કોહલીએ શ્રીલંકા વિરૂદ્ધ કોલકાતમાં પ્રથમ ટેસ્ટ મેચમાં ભારત માટે બીજી ઇનિંગમાં અણનમ સેન્ચુરી ફટકારી હતી, જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની 50મી સેન્ચુરી હતી. તેના જોરે તે ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરને પાંચમાં નંબર પરથી હટાવીને ટોચના 5 બેટ્સમેનમાં સામેલ થઈ ગયા છે.
2/4

ટેસ્ટ રેંકિંગમાં અત્યારે પાંચમા સ્થાને રહેલી ઓસ્ટ્રેલિયન ટીમ ઈંગ્લેન્ડ સામે 2-0થી એશિઝ સીરીઝ જીતે તો તે ઈંગ્લેન્ડને પાછળ છોડી ચોથા સ્થાને આવી જશે અને જો તે 5-0થી ક્લિન સ્વીપ કરે તો ત્રીજા સ્થાને પણ પહોંચી શકે છે. આનાથી ઉલ્ટું જો ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયાને 5-0થી હરાવશે તો તેના 110 પોઈન્ટ થઈ જશે અને તે પોતાનું ત્રીજું સ્થાન વધુ મજબૂત કરશે.
Published at : 22 Nov 2017 07:26 AM (IST)
View More























