વધુમાં ટૉમ જણાવે છે કે ઑસ્ટ્રાલિયામાં ટી20 મેચ રમવો એક અદ્ભુત આનંદ છે અને અહીંના દર્શોકો પણ અસાધારણ છે. 2015માં રમાયેલા વર્લ્ડકપ દરમિયાન અહીં દર્શકોમાં ગજબનો ઉત્સાહ જોવા મળ્યો હતો. દુનિયાના સૌથી સારા ગ્રાઉન્ડ ઑસ્ટ્રાલિયામાં આવેલા છે. ઉલ્લેખનીય છે કે, આઇસીસી ટી20 વર્લ્ડકપની જાહેરાત થઇ ચૂકી છે અને આગામી વર્ષે 18 ઓક્ટોબરથી આ વર્લ્ડકપ શરૂ થશે. આ મેચમાં ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે 1 નવેમ્બરે મેચ રમાશે.
2/3
મીડિયા સાથેની વાતચીતમાં ટૉમે કોહલીના વખાણ કર્યા હતા અને આગામી સમયમાં ટીમ ઇન્ડિયા વિરુદ્ધ મેચ રમીને વિરાટની વિકેટ લેવાની પણ ઇચ્છા વ્યક્ત કરી હતી. ટૉમે જણાવ્યું હતું કે વિરાટ એક અવિશ્વસનીય ખેલાડી છે અને હું તેની વિકેટ લેવા માગુ છું.
3/3
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના વખાણ કરનારા અનેક જોવા મળશે. હાલમાં પોતાની શાનદાર બેટિંગ અને કેપ્ટનશીપથી વિરાટે ફેન્સનું જ નહીં પણ ક્રિકેટ જગતના ખેલાડીઓનું પણ દિલ જીતી રહ્યા છે. આ યાદીમાં ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર ટોમ કુરૈન પણ સામેલ છે. કુરૈને વિરાટ કોહલીને ‘અવિશ્વસનીય ખેલાડી’ ગણાવ્યા છે. સાથે જ આશા વ્યક્ત કરી છે કે ભવિષ્યમાં તે ભારતીય કેપ્ટનને આઉટ કરશે જ્યારે બન્ને ટીમ આમને સામને હશે.