શોધખોળ કરો
Advertisement
લૉકડાઉન દરમિયાન વિરાટ કોહલી ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ કમાણી કરનાર ટૉપ-10 ખેલાડીઓમાં સામેલ
કોહલી ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની અધ્યક્ષતાવાળી યાદીમાં 6 નંબરે છે. જેણે 12 માર્ચથી 14 મે વચ્ચે લોકડાઉન દરમિયાન ઈન્સ્ટાગ્રામ પોસ્ટના માધ્યમથી સૌથી વધુ કમાણી કરી છે.
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાએ આ વર્ષે માર્ચમાં પોતાની અંતિમ મેચ રમી હતી. કોરોના મહામારીના કારણે આઈપીએલ સીઝન 13 પણ અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરવામાં આવી છે. પરંતુ તેની અસર ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કહોલીની લોકપ્રિયતા પર નથી પડી. ઈન્સ્ટાગ્રામમાં સ્પોન્સર્ડ પોસ્ટ અને મજબૂત સોશિયલ નેટવર્કિંગ મામલે વિરાટ દુનિયાના ટોપ 10 ખેલાડીની યાદીમાં એકમાત્ર ક્રિકેટર છે.
કોહલી ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની અધ્યક્ષતાવાળી યાદીમાં 6 નંબરે છે. જેણે 12 માર્ચથી 14 મે વચ્ચે લોકડાઉન દરમિયાન ઈન્સ્ટાગ્રામ પોસ્ટના માધ્યમથી સૌથી વધુ કમાણી કરી છે. આ ડેટાનો ખુલાસો ‘અટેને’કર્યો છે.
યાદી અનુસાર કોહલીના 62.1 મિલિયન ફોલોઅર્સ છે, તેમણે સ્પોન્સર્ડ પોસ્ટથી કુલ 3.6 કરોડ રૂપિયાની કમાણી કરી છે. વિરાટ દરેક પોસ્ટથી 1.2 કરોડ રૂપિયાની કમાણી કરે છે. કોહલીએ જાણીતા ફુટબોલર જ્લાટન ઈબ્રાહિમોવિક અને ડાની આલ્વ્સને પણ માત આપી દીધી છે.
રોનાલ્ડોની અંદાજિત કમાણી લગભગ 1.8 મિલિયન પાઉન્ડ છે. જ્યારે અર્જેન્ટીના અને અફસી બાર્સિલોના સ્ટાર લિયોનેલ મેસ્સી અને પીએસજીના નેમાર 1.2 મિલિયન અને 1.1 મિલિયનની કમાણી સાથે બીજા અને ત્રીજા ક્રમાંકે છે.
ત્રણેય ફોર્મેટના બેટ્સમેનમાં ટોપ-10 આઈસીસી રેન્કિંગમાં કોહલી એકમાત્ર બેટ્સમેન છે. વિરાટ કહોલીને વિશ્વ ક્રિકેટનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેનમાં માનવામાં આવે છે. ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સરેરાશ 50થી વધુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
બિઝનેસ
Advertisement