યુવરાજસિંહે મોકલેલી ભેટ મળ્યા બાદ કોહલીએ "યુવી પા"ના સંબોધન સાથે પોસ્ટ લખી, જાણો કોહલીએ શું લખ્યું
ગઈકાલે યુવરાજસિંહે ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ લખી હતી. જેમાં ત્રણ ફોટો શેર કરીને યુવરાજસિંહે વિરાટ કોહલીને મોકલેલી ભેટ વિશે માહિતી આપી હતી અને એક પત્ર પણ લખ્યો હતો.
ગઈકાલે યુવરાજસિંહે ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ લખી હતી. જેમાં ત્રણ ફોટો શેર કરીને યુવરાજસિંહે વિરાટ કોહલીને મોકલેલી ભેટ વિશે માહિતી આપી હતી અને એક પત્ર પણ લખ્યો હતો. હવે આજે વિરાટ કોહલીએ પણ ઈંસ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને યુવરાજનો આભાર માન્યો છે.
વિરાટ કોહલીએ શેર કરેલી પોસ્ટમાં બે ફોટો છે અને યુવરાજને સંબોધીને એક સંદેશ પણ લખ્યો છે. શેર કરેલા ફોટોમાં એક ફોટો યુવીએ મોકલેલી બૂટની ભેટ અને પત્રનો ફોટો છે જ્યારે બીજો ફોટો યુવારજ અને કોહલીની જૂની યાદો તાજી કરતો કોઈ પાર્ટીનો ફોટો છે.
વિરાટે લખેલા સંદેશમાં 'યુવી પા'ના સંબોધન સાથે લખ્યું કે, 'યુવી પા આભાર આ અદભૂત ભેટ માટે. આ ભેટ એવા વ્યક્તિ તરફથી આવી છે જેમણે મારા કરીયરને પ્રથમ દિવસથી આગળ વધતી જોઈ છે. આ મારા માટે ઘણી મોટી વાત છે.' વધુમાં કોહલી લખ્યું કે, 'તમારી જીંદગી અને કેન્સરને હરાવીને પરત આવવું એ દરેક વ્યક્તિ માટે પ્રેરણાદાયક હતી, છે અને રહેશે.'
કોહલીએ વધુમાં લખ્યું છે કે, 'હું તમને એ રીતે જાણું છું કે, તમે તમારી આસપાના લોકો માટે ઉદારભાવ અને તેમની ખૂબ કાળજી રાખો છો. હવે આપણે બંને પિતા બની ગયા છીએ અને તે આશીર્વાદ રુપ છે. તમને આ નવી સફરમાં ખુશીઓ મળે સુંદર સારી યાદો મળે તેવી હું કામના કરું છું. ગોડ બ્લેસ યુ યુવી પા, રબ રખ્ખા'
ક્રિકેટર યુવરાજ સિંહ અને ભારતના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી વચ્ચેનો લગાવ ઘણીવાર જોવા મળતો હોય છે. બંને ક્રિકેટરો એકબીજાના લગ્ન સમારોહમાં નાચતા પણ દેખાયા હતા. ગઈકાલે ફરી એક વાર કોહલી અને યુવરાજ વચ્ચેનું બોન્ડિંગ જોવા મળ્યું હતી. ગઈકાલે યુવરાજ સિંહે વિરાટ કોહલીને ગોલ્ડન બૂટ ગિફ્ટ કરતી વખતે દિલ જીતી લેતી વાત પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને ફોટો પણ શેર કર્યા હતા.