શોધખોળ કરો
Advertisement
IPLના ઇતિહાસમાં પ્રથમ વખત આ ટીમ સાથે જોડાશે મહિલા મસાજ થેરાપીસ્ટ
આરસીબીની ટીમે પોતાની ફ્રેન્ચાઈઝી માટે નવનીતા ગૌતમને સ્પોર્ટ્સ મસાજ થેરાપિસ્ટ નિમણૂક કરી છે.
નવી દિલ્હીઃ ભારતની જાણીતી ટી20 લીગ ઇન્ડિયાન પ્રીમિયર લીગના 13ની સીઝનમાં એક મોટો ફેરફાર જોવા મળશે. આ ફેરફાર વિરાટ કોહલીની આગેવાનીવાળી રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમમાં જોવા મળશે.
આઈપીએલના ઈતિહાસમાં પ્રથમ વખત થશે જ્યારે કોઈ મહિલા સપોર્ટ સ્ટાફ તરીકે કોઈ ટીમ સાથે જોડાશે. આરસીબીની ટીમે પોતાની ફ્રેન્ચાઈઝી માટે નવનીતા ગૌતમને સ્પોર્ટ્સ મસાજ થેરાપિસ્ટ નિમણૂક કરી છે. આગામી સિઝન માટે તેને ટીમ સાથે જોડવામાં આવી છે. તેની સાથે જ આરસીબીની ટીમ મહિલા સ્ટાફવાળી લીગની પ્રથમ ટીમ બની જશે.
આરસીબીના ચેરમેન સંજીવ ચૂડીવાલાએ કહ્યું કે, આ ઐતિહાસિક પળને લઈ તે ખુબ જ ઉત્સાહિત છે. બેંગ્લુરુ ટીમના હેડ ફિઝિયોથેરાપિસ્ટ ઈવાન સ્પીચલી છે. નવનીતા આઈપીએલની 13મી સિઝનમાં તેઓની સાથે મળીને કામ કરશે. ઉલ્લેખનીય છે કે કેપ્ટન વિરાટ કોહલી હજુ સુધી રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ માટે કાંઈ ખાસ કરી શક્યો નથી. અને અત્યાર સુધીની એકપણ સિઝનમાં તે ટ્રોફી જીતી શક્યો નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement