આ સાથે જ તેણે સૌથી વધારે આ ખિતાબ જીતનાર ખેલાડીઓમાં મનોહર હર્દિકર અને દિલીપ સરદેસાઈની પણ બરાબરી કરી લીધી છે. આ બન્ને ખેલાડીઓએ પણ 10-10 વખત આ ખિતાબ જીત્યા છે. જ્યારે આ યાદીમાં તેનાથી આગળ અજીત વાડેકર (11) અને અશોક માંકડ (12) છે.
2/4
નાગપુરમાં થયેલ વિદર્ભની જીત 40 વર્ષના વસીમ જાફરની રણજી ટ્રોફી કારકિર્દીનો 10મો ખિતાબ હતો. એટલે કે તેણે 10 વખત રણજી ટ્રોફી ખિતાબ પોતાના નામે કર્યો છે. તેણે 2015-16 સીઝન સુધી મુંબઈ માટે રમતા આઠ વખત આ ખિતાબ જીત્યો હતો. ત્યાર બાદ વિદર્ભ માટે રમતા હવે સતત બીજી વખત તેણે આ ખિતાબ પર કબ્જો જમાવ્યો છે.
3/4
વાત થઈ રહી છે રણટી ટ્રોફી ઈતિહાસમાં સૌથી વધારે રન બનાવનાર દિગ્ગજ બેટ્સમેન વસીમ જાફરની. વિદલ્ભ માટે રમતા જાફરના નામે એક એવો રેકોર્ડ જોડાઈ ગયો છે જે ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટના ઈતિહાસમાં કોઈ અન્ય બેટ્સમેન નથી બનાવી શક્યો.
4/4
નવી દિલ્હીઃ વિદર્ભે નાગપુરમાં રમાયેલ રણજી ટ્રોફી 2018-19ના ફાઈનલમ મેચમાં 78 રને જીત મેળવી ખિતાબ પર કબ્જો મેળવ્યો છે. આ જીતમાં વિદલ્ભના સૌથી મોટા હીરો રહ્યા આદિત્ય જેણે આ મેચમાં 11 વિકેટ મેળવીને સૌરાષ્ટ્રની ટીમનું સપ્તનું તોડ્યું હતું. જોકે આદિત્યનું આ પ્રદર્શન ટીમના સૌથી સીનિયર ખેલાડી માટે પણ એક સપનું સાચું થવા જેવું હતું.