શોધખોળ કરો

સુપરવૂમન બનીને આ મહિલા ખેલાડીએ બાઉન્ડ્રી પર પકડ્યો ખતરનાક કેચ, વીડિયો વાયરલ

શનિવારે વૂમન બિગ બેશ લીગમાં એડિલેડ સ્ટ્રાઇકર અને સિડની થન્ડર વચ્ચે મેચ રમાઇ, આ મેચમાં બ્રિજેટ પેટરસને બાઉન્ડ્રી પર શાનદાર કેચ પકડ્યો હતો. જેનો વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.

નવી દિલ્હીઃ ક્રિકેટના મેદાન પર ઘણીબધી ઘટનાઓ એવી બને છે જેને જોઇને બધા ચોંકી જતા હોય છે. હવે આ લિસ્ટમાં વધુ એક સુપર કેચનો સમાવેશ થયો છે. ક્રિકેટમાં ખાસ કરીને ઉડતા કે બાઉન્ડ્રી પરના કેચ વધુ ચર્ચાનો વિષય બને છે. હાલમાં ચાલી રહેલી વૂમન બિગ બેશ લીગમાં મહિલા ક્રિકેટર દ્વારા ઝડપવામાં આવેલો આવો એક બાઉન્ડ્રી પરનો કેચ ખુબ ચર્ચાનો વિષય બન્યો છે. શનિવારે વૂમન બિગ બેશ લીગમાં એડિલેડ સ્ટ્રાઇકર અને સિડની થન્ડર વચ્ચે મેચ રમાઇ, આ મેચમાં બ્રિજેટ પેટરસને બાઉન્ડ્રી પર શાનદાર કેચ પકડ્યો હતો. જેનો વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.

હાલમાં જે વીડિયો વાયરલ  થઇ રહ્યો છે, તેમાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે બ્રિજેટ પેટરસને શાનદાર કેચ પકડ્યો છે. સિડની થન્ડરની મહિલા બેટ્સમેન ઇસાબેલા વૉન્ગે જ્યારે સિક્સર મારવા માટે ફટકો માર્યો ત્યારે એડિલેડ સ્ટ્રાઇકરની મહિલા ક્રિકેટર બ્રિજેટ પેટરસને તેનો બાઉન્ડ્રી પર શાનદાર કેચ ઝડપી લીધો હતો. કેચ દરમિયાન બ્રિજેટ પેટરસન બાઉન્ડ્રી રૉપની બહાર નીકળી જાય છે, અને બૉલને ગ્રાઉન્ડની અંદર ઉછાળીને તે ફરીથી પાછી ગ્રાઉન્ડમા આવીને કેચ લપકી લે છે. આ સાથે જ ઇસાબેલ વૉન્ગને આઉટ થઇને પેવેલિયન જવુ પડે છે. 

ઉલ્લેખનીય છે કે, વૂમન બિગ બેશ લીગમાં સિડની થન્ડરે વૂમને ટૉસ જીતીને એડિલેડ સ્ટ્રાઇકરને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ, એડિલેડ સ્ટ્રાઇકરે 20 ઓવરમાં 7 વિકેટો ગુમાવીને 140 રન કર્યા હતા.લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સિડની થન્ડર 19.2 ઓવર રમીને 110 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. મેચમાં એડિલેડ સ્ટ્રાઇકર વૂમનનો 30 રને વિજય થયો હતો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું

ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો

લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા

Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર

Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા

Embed widget