ભારતના આ ક્રિકેટરે 150ની સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરીને ઓસ્ટ્રેલિન બૉલરોને ધોઇ નાંખ્યા, 14 ચોગ્ગા-3 છગ્ગા મારી પુરી કરી સદી, જાણો........
સ્મૃતિ મંધાનાએ માત્ર 57 બૉલમાં સદી પુરી કરી લીધી હતી. સ્મૃતિ મંધાનાનુ આ રૌદ્ર રૂપ ઇનિંગની 18મી ઓવરમાં જોવા મળ્યુ. તેને પહેલા પાંચ બૉલમાં તોફાની બેટિંગ કરી,
Smriti Mandhana Scores Century: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓપનર બેટ્સમેને સ્મૃતિ મંધાના (Smriti Mandhana) એ મહિલા બિગ બેશ લીગની મેચમાં આક્રમક સદી ફટકારીને બધાને ચોંકાવી દીધા છે. તેને સદી ફટકારીને ઇતિહાસ રચી દીધો, મંધાના મહિલા બિગ બેશ લીગમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટર છે. સિડની થન્ડરની સ્મૃતિ મંધાનાએ મેલબોર્ન રેનેગેડ્સની વિરુદ્ધ મેચમાં 64 બૉલમા અણનમ 114 રનોની શાનદાર ઇનિંગ રમી હતી. તેને 178.12ની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા, પોતાની આ વિસ્ફોટક ઇનિંગમાં તેને 14 ચોગ્ગા અને 3 છગ્ગા મારીને પોતાના કડક તેવર બતાવ્યા હતા.
સ્મૃતિ મંધાનાએ માત્ર 57 બૉલમાં સદી પુરી કરી લીધી હતી. સ્મૃતિ મંધાનાનુ આ રૌદ્ર રૂપ ઇનિંગની 18મી ઓવરમાં જોવા મળ્યુ. તેને પહેલા પાંચ બૉલમાં તોફાની બેટિંગ કરી, તેને ઓસ્ટ્રેલિયાના મેદાન પર ધમાલ મચાવતા આ ઓવરમાં 4,6,4,6,2 રન ફટકારીને પોતાની સદી પુરી કરી. સ્મૃતિ મંધાના આ ટૂર્નામેન્ટમાં સદી ફટકારનારી ભારતની પહેલી ક્રિકેટર બની ગઇ છે. મંધાનાને તેની શાનદાર સદી માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી.
A beautiful innings!
Congratulations, @mandhana_smriti 🤩 #WBBL07 pic.twitter.com/Jwo4E1fN3X— Weber Women's Big Bash League (@WBBL) November 17, 2021
વળી, મેલબોર્ન માટે હરમનપ્રીત કૌરે 55 બોલમાં 81 રન કર્યા હતા, પરંતુ સિડની થંડર તરફથી રમતા મંધાનાએ તેની આ ઈનિંગ પર પાણી ફેરવી દીધું હતું. સ્મૃતિનો સ્ટ્રાઈક રેટ 178.12 હતો. જોકે મંધાનાની ટીમ આ મેચ જીતી શકી નહોતી. તેની ટીમ 4 રનથી હારી ગઈ હતી. મેચમાં હરમનપ્રીત કૌરે બેટિંગની સાથે બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 4 ઓવરમાં 27 રન આપીને 1 વિકેટ લીધી હતી. મંધાનાની ટીમને મેચ જીતવા માટે છેલ્લી ઓવરમાં 13 રનની જરૂર હતી. પરંતુ મેલબોર્નની ટીમ આ ઓવરમાં 8 રન જ બનાવી શકી અને ચાર રનથી મેચ હારી ગઇ હતી.