શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
વરસાદમાં ધોવાઇ શકે છે ભારત-ન્યૂઝીલેન્ડ સેમિ ફાઇનલ, શું કહે છે માન્ચેસ્ટરનું હવામાન, જાણો વિગતે
વર્લ્ડકપમાં અત્યાર સુધી ઘણી બધી મેચોમાં વરસાદ વિલન બન્યો છે, લીગ સ્ટેજની ભારત અને ન્યૂઝીલેન્ડ મેચ પણ ધોવાઇ ગઇ હતી
![વરસાદમાં ધોવાઇ શકે છે ભારત-ન્યૂઝીલેન્ડ સેમિ ફાઇનલ, શું કહે છે માન્ચેસ્ટરનું હવામાન, જાણો વિગતે weather and rain update on india vs new zealand world cup semi final વરસાદમાં ધોવાઇ શકે છે ભારત-ન્યૂઝીલેન્ડ સેમિ ફાઇનલ, શું કહે છે માન્ચેસ્ટરનું હવામાન, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/08143921/World-Cup-13.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ મંગળવારે 9મી જુલાઇએ ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ સેમિ ફાઇનલ મેચ રમાશે. અપડેટ છે કે વરસાદના કારણે મેચ ધોવાઇ શકે છે. વર્લ્ડકપમાં અત્યાર સુધી ઘણી બધી મેચોમાં વરસાદ વિલન બન્યો છે, લીગ સ્ટેજની ભારત અને ન્યૂઝીલેન્ડ મેચ પણ ધોવાઇ ગઇ હતી. શું કહે છે માન્ચેસ્ટનું હવામાન જાણો....
મંગળવારે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સેમિ ફાઇનલ રમાવવાની છે. હવામાન વિભાગનો રિપોર્ટ છે કે મંગળવારે માન્ચેસ્ટરમાં વરસાદ પડવાની સંભાવના છે, મેચ ધોવાઇ પણ શકે છે, જોકે, મેચ માટે રિઝર્વ ડે પણ છે.
હવામાન રિપોર્ટ અનુસાર, સોમવારે રાત્રે વરસાદ પડી શકે છે, આવામાં પીચ ભીની થઇ શકે છે. વળી કાલે સવારે પણ વરસાદની સંભાવના વધુ છે. જો પીચ નહીં સુકાય તો મેચ રમાવવી લગભગ અસંભવ બની જશે.
રિપોર્ટ અનુસાર, સેમિ ફાઇનલના દિવસે માન્ચેસ્ટરના આકાશમાં વાદળો ઘેરાયેલા રહેશે, 20 ટકા વરસાદની પૂર્ણ સંભાવના છે. પવન 10-15 કિલીમીટરની ઝડપે ફૂંકાશે. તાપમાન મેક્સિમમ 21 ડિગ્રી સેલ્સિયસ રહેશે. આવામાં ફાસ્ટ બૉલરોને ફાયદો મળી શકે છે.
![વરસાદમાં ધોવાઇ શકે છે ભારત-ન્યૂઝીલેન્ડ સેમિ ફાઇનલ, શું કહે છે માન્ચેસ્ટરનું હવામાન, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/08143743/World-Cup-15-300x218.jpg)
![વરસાદમાં ધોવાઇ શકે છે ભારત-ન્યૂઝીલેન્ડ સેમિ ફાઇનલ, શું કહે છે માન્ચેસ્ટરનું હવામાન, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/08143812/World-Cup-91-300x200.jpg)
![વરસાદમાં ધોવાઇ શકે છે ભારત-ન્યૂઝીલેન્ડ સેમિ ફાઇનલ, શું કહે છે માન્ચેસ્ટરનું હવામાન, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/08143838/World-Cup-97-300x186.jpg)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ઓલિમ્પિક્સ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)