શોધખોળ કરો
Advertisement
રંગીન મિજાજી ક્રિસ ગેલનું આ યુવતીએ સાથે રહ્યું છે અફેર, બોલિવૂડની એક્ટ્રેસ પણ સામેલ
વર્ષ 2010માં આઈપીએલ દમરિયાન શર્લિન ચોપરા સાથે તેના અફેરને લઈને ચર્ચા હતી.
નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝના સ્ટાર બેટ્સમેન ક્રિસ ગેલ પોતાના મનના માલિક છે. ક્રિકેટની પીચ પર ધૂમ મચાવનાર ગેલ ક્યારે શું કરે કોઈને ખબર નથી હોતી. તે ક્રિકેટ ફેન્સને ઝટકા પર ઝટકા આપી રહ્યો છે. હાલમાં જ નિવૃત્તીની વાત કરીને હવે તેણે ફેરવી તોડ્યું છે. રંગીન મિજાજી ગેલની પર્સનલ લાઈફ પણ હંમેશા ચર્ચામાં રહે છે. એટલું જ નહીં એક વખત ઓસ્ટ્રેલિયામાં મેચ દરમિયાન એક મહિલા પ્રેઝન્ટર સાથે ખરાબ વર્તનને લઈને પણ ગેલની ટીકા થઈ હતી. આવો જાણીએ તેની ગર્લફ્રેન્ડ્સની લાંબી યાદી વિશે.
વર્ષ 2010માં આઈપીએલ દમરિયાન શર્લિન ચોપરા સાથે તેના અફેરને લઈને ચર્ચા હતી. ગેલ અને શર્લિન કોલકાતામાં લેટનાઈટ પાર્ટીમાં ડાન્સ કરતા જોવા મળ્યાં હતાં. આ બંનેનો ડાન્સ યુટ્યુબ પર વાયરલ થયો હતો. શર્લિને પ્લેબોય મેગેઝિન માટે ન્યૂડ પોઝ આપ્યો હતો. જોકે બાદમાં શર્લીને ગેલ સાથેના અફેરની વાતને ફગાવી દીધી હતી. જોકે શર્લિને કબૂલાત કરી હતી કે ગેલે તેની ડેટિંગની ઓફર કરી હતી.
ક્રિસ ગેલ અને નેન્સી ઘણાં લાંબા સમય સુધી સાથે રહ્યા હતા. જમૈકાની રહેવાસી નેન્સીએ બાદમાં ગેઇલ સાથે લગ્ન કર્યા. પરંતુ થોડા સમય પછી આ બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેથી છૂટાછેડા લઈને બંને એક બીજાથી અલગ થઈ ગયા હતા.
નતાશા ગેલની પહેલી ગર્લફ્રેન્ડ હોવાનું મનાય છે. 2005માં આઇસીસી એવોર્ડ સમારોહમાં તે પ્રથમ વખત ગેલ સાથે જોવા મળ્યો હતી. પરંતુ થોડા સમય પછી બંને અલગ થઈ ગયા. આ પછી, વેસ્ટ ઇન્ડીઝના બેટ્સમેનનો રોમાંસ નેન્સીથી શરૂ થયો. ત્યારે બંનેના લગ્ન પણ થયાં. પરંતુ આ દરમિયાન, ગેલ અને નતાશા ફરી નજીક આવી ગયા હતા. એક ચર્ચા અનુસાર એવું પણ કહેવામાં આવે છે કે, ગેલે અને નેન્સીનાં છૂટાછેડા નતાશાનાં કારણે થયા હતાં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
આરોગ્ય
Advertisement