ઉલ્લેખનીય છે કે હાર્દિક શારીરિક સંબંધો વિશે જણાવ્યું હતું કે જ્યારે હું પહેલી વાર શારીરિક સંબંધ બાંધીને ઘરે આવ્યો ત્યારે મેં મારા પેરન્ટ્સ સમક્ષ કહ્યુ હતું કે 'આજ મેં કર કે આયા'. હાર્દિકના આ નિવેદન બદલ તેને ટીમમાંથી સાથી ક્રિકેટર કે.એલ. રાહુલ સાથે પડતો મૂકવામાં આવ્યો હતો અને ટૂંકા ગાળાના સસ્પેન્શન બાદ તેનું ટીમમાં પુનરાગમન થયું હતું.
2/3
નવી દિલ્હીઃ ટીવી શો ‘કોફી વિધ કરણ’માં મહિલાઓને લઈને વિવાદિત નિવેદનને કારણે ફસાયેલ ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ મેદાન પર જોરદાર વાપસી કરી છે. તેણે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ વનડે સીરીઝની અંતિમ બે મેચ અને ત્રણ ટી20 મેચની સીરીઝમાં પોતાની બોલિંગ અને બેટિંગથી પ્રભાવિત કર્યા છે. પરંતુ આ વિવાદથી તેનો પીછો એટલો સરળતાથી છૂટતો જોવા મથી નળી રહ્યો.
3/3
8મી ફેબ્રુઆરીએ યોજાયેલી ઇન્ડિયા ન્યૂઝિલેન્ડની T20 મેચમાં એક મહિલા સમર્થકે પોસ્ટર બતાવીને હાર્દિકને સવાલ કર્યો હતો કે 'પંડ્યા આજ કર કે આયા ક્યા?' આ પોસ્ટરના માધ્યમથી મહિલાએ હાર્દિક પંડ઼યાનું એ નિવેદન યાદ અપાવ્યું જે તેણે કોફી વિથ કરણમાં આપ્યું હતું.