વેસ્ટ ઇન્ડિઝનો ખેલાડી પાકિસ્તાનના બેટ્સમેનને ચાલુ મેચે ભાંડવા લાગ્યો ગાળો, ને પછી શું થયુ, જાણો વિગતે
આઇસીસીની આચાર સંહિતાના લેવલ એકના ઉલ્લંઘન માટે રવિવારે ઠપકો મળ્યો છે. જેડેન સીલ્સે પાકિસ્તાનના બેટ્સમેન વિરુદ્ધ ગાળાગાળી કરી કરી હતી.
WI Vs PAK: વેસ્ટ ઇન્ડિઝના ફાસ્ટ બૉલર જેડેન સીલ્સ મુશ્કેલીમાં ફસાઇ ગયો છે. જેડેન સીલ્સને કિંગ્સ્ટનમાં પાકિસ્તાન વિરુદ્ધ પહેલી ટેસ્ટ મેચની શરૂઆતી દિવસમાં આઇસીસીની આચાર સંહિતાના લેવલ એકના ઉલ્લંઘન માટે રવિવારે ઠપકો મળ્યો છે. જેડેન સીલ્સે પાકિસ્તાનના બેટ્સમેન વિરુદ્ધ ગાળાગાળી કરી કરી હતી.
આ ઘટના પાકિસ્તાની પહેલી ઇનિંગની 70મી ઓવરની છે. જેડેન સીલ્સે પાકિસ્તાનના બેટ્સમેન હસન અલીના આઉટ થવા પર તેને અપશબ્દો કહ્યાં, ગાળાગાળી કરવા લાગ્યો હતો, અને આક્રમકતાથી પ્રતિક્રિયા આપી રહ્યો હતો. આ મામલામાં જેડેન સીલ્સે આઇસીસીની આચાર સંહિતાના અનુચ્છેદ 2.5 નુ ઉલ્લંઘન કર્યુ છે.
આઇસીસીએ નિવેદન જાહેર કરીને જેડેન સીલ્સને ઠપકો આપવાની જાણકારી આપી છે. આઇસીસીએ જાહેર કરેલા નિવેદન અનુસાર, જેડેન સીલ્સના અનુશાસનાત્મક રેકોર્ડમાં એક ડિમેરિટ પૉઇન્ટ જોડવામાં આવ્યો છે. આ 24 મહિનાના સમયમાં તેનુ પહેલુ ઉલ્લંઘન હતુ.
જેડેન સીલ્સે ચૂકવવી પડી શકે છે ભારે કિંમત-
એમિરેટ્સ આઇસીસી એલિટ પેનલના મેચ રેફરી રિચી રિચર્ડસને આ આરોપ લગાવ્યો, જેડેન સીલ્સે આ આરોપ સ્વીકરા કરી લીધો છે એટલે ઔપચારિક સુનાવણીની કોઇ આવશ્યકતા નથી રહેતી. આ આરોપ મેદાની એમ્પાયર ગ્રેગરી બ્રેથવેટ, જોએલ વિલ્સન, નિગેન ડુગુઇડ અને ટીવી એમ્પાયર લેસ્લી રીફરે લગાવ્યો હતો.
જેડેન સીલ્સે જોકે આ વાતની કિંમત ચૂકવવી પડી શકે છે. લેવલ એકના ઉલ્લંઘનમાં ન્યૂનત્તમ અધિકારીક ઠપકો કે ખેલાડીની મેચ ફીનો 50 ટકા દંડ અને અધિકત્તમ એક કે બે ડિમેરેટ પૉઇન્ટના દંડનો જોગવાઇ છે.