ક્રિકેટરોને આવી છૂટ આપવા પાછળ CoAનો એવો તર્ક છે કે લાંબા વિદેશ પ્રવાસ દરમિયાન WAGsની હાજરીને કારણે ક્રિકેટરનું પ્રદર્શન સુધરે છે. આ માટે ખેલાડીઓનું શું કહેવું છે તે જાણવા માટે CoAએ કેપ્ટન વિરાટ કોહલી, કોચ રવિ શાસ્ત્રી અને રોહિત શર્મા સાથે બેઠક કરી હતી.
2/5
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના જણાવ્યા પ્રમાણે કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેશન(CoA)તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવા નિર્ણય પ્રમાણે હવે આખા વિદેશ પ્રવાસ દરમિયાન ક્રિકેટરો WAGs (વાઇફ્સ એન્ડ ગર્લફ્રેન્ડસ)ને સાથે રાખી શકશે. આ પહેલા વિદેશ પ્રવાસ દરમિયાન WAGsને ફક્ત 10 દિવસ સુધી જ સાથે રાખવાનો નિયમ હતો.
3/5
નોંધનીય છે કે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ તાજેતરમાં જ બીસીસીઆઈને આ નિયમમાં બદલાવ કરવાની માંગ કરી હતી. નિયમ પ્રમાણે ક્રિકેટરની લાઇફ પાર્ટનર કે તેમની ગર્લફ્રેન્ડ વિદેશ પ્રવાસ દરમિયાન ફક્ત બે અઠવાડિયા જ સાથે રહી શકે છે. આ પહેલા બીસીસીઆઈએ વિદેશ પ્રવાસ દરમિયાન WAGsને સાથે રાખવાનો નિયમ બનાવ્યો હતો.
4/5
વર્ષ 2015માં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીઈઓ જેમ્સ સુથલેન્ડે આવો જ નિયમ બનાવ્યો હતો. ઓસ્ટ્રેલિયન ટીમના સતત કથળતા પ્રદર્શન બાદ એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે વિદેશ પ્રવાસ દરમિયાન WAGsની હાજરીને કારણે ક્રિકેટરોનું પ્રદર્શન ખરાબ થઈ રહ્યું છે. આ તમામ ટીકાઓને અવગણીને જેમ્સ સુથરલેન્ડે આ નિર્ણય લીધો હતો.
5/5
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ કેપ્ટન વિરાટ કોહલીની એ વાત સ્વીકારી લીધી છે, જેમાં તેણે ખેલાડીઓની પત્ની અથવા ગર્લફ્રેન્ડ (WAGs)ને વિદેશી પ્રવાસ પર સાથે લઈ જવાની વાત કહી હતી. બોર્ડનું કામકાજ સંભાળનાર પ્રશાસકોની સમિતિ (CoA)એ ખેલાડીઓની પત્ની અથવા ગર્લફ્રેન્ડને વિદેશ પ્રવાસ પર સાથે રહેવાની માગને સ્વીકારી લીધી છે. જોકે એક શરત રાખવામાં આવી છે કે, પત્ની અથવા ગર્લફ્રેન્ડ પ્રવાસ શરૂ થયાના 10 દિવસ બાદ ત્યાં પહોંચશે.