શોધખોળ કરો
Advertisement
વર્લ્ડ કપ 2019: બેટને અડ્યા વિના ગઇ સિક્સ, ICCએ ટ્વિટ કરી આશ્વર્ય વ્યક્ત કર્યુ
બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં જોફ્રા આર્ચરે જબરજસ્ત બોલિંગ કરતા 8.5 ઓવરમાં બે મેડન સાથે 29 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. મેચ દરમિયાન આર્ચરની બોલિંગ પર એક એવી ઘટના બની કે જેને જોઈને આઈસીસીએ પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
કાર્ડિફઃ ક્રિકેટ વર્લ્ડકપમાં શનિવારે રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડે બાંગ્લાદેશને 106 રનથી હરાવ્યું હતું. ઈંગ્લેન્ડ તરફથી ઓપનર જેસન રોયે 153 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે બોલર જોફ્રા આર્ચરે પણ પોતાની બોલિંગથી સૌને ચોંકાવી દીધાં હતા. આ મેચ દરમિયાને એક અનોખી ઘટના બની હતી. જે ક્રિકેટમાં ઇતિહાસમાં ભાગ્યેજ એવી બની હશે.
બાંગ્લાદેશ વિરુદ્ધ જોફ્રા આર્ચરે જબરજસ્ત બોલિંગ કરતા 8.5 ઓવરમાં બે મેડન સાથે 29 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. મેચ દરમિયાન આર્ચરની બોલિંગ પર એક એવી ઘટના બની કે જેને જોઈને આઈસીસીએ પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
ચોથી ઓવરના બીજા બોલ પર જોફ્રા આર્ચરે 153 કિમી પ્રતિ કલાકને ઝડપે બોલ નાખ્યો જેના પર બાંગ્લાદેશના બેટ્સમેન સૌમ્ય સરકાર બોલ્ડ થયો હતો. એટલું જ નહીં બોલની રફ્તાર એટલી ઝડપી હતી કે તે સ્ટંપને અડીને વિકેટકીપરની ઉપરથી સીધો બાઉન્ડ્રી બહાર છગ્ગો ગયો હતો.
મેચમાં ઇગ્લેન્ડે 50 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 386 રન ફટકાર્યા હતા. 387 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમ 48.5 ઓવરમાં 280 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.Have you ever seen a ball go for 'six' after hitting the stumps? 👀#WeAreEngland #CWC19 pic.twitter.com/nL2SToZ8iC
— ICC (@ICC) June 8, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion