શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપઃ ઓસ્ટ્રેલિયા સામે ઇગ્લેન્ડનો આઠ વિકેટે વિજય, ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે
ગઇકાલે ન્યૂઝીલેન્ડે ભારતને 18 રનથી હરાવીને વર્લ્ડકપની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે આજે બીજી નંબરની ટીમ માટે મુકાબલો થઇ રહ્યો છે
નવી દિલ્હીઃબર્મિંગહામઃ વર્લ્ડકપ 2019ની બીજી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ઇગ્લેન્ડનો આઠ વિકેટથી વિજય થયો હતો. આ જીત સાથે ઇગ્લેન્ડે ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ઇગ્લેન્ડ 14 જૂલાઇ રવિવારના રોજ ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલમાં ટકરાશે.1992 બાદ પ્રથમવાર ઇગ્લેન્ડની ટીમ વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી છે.ઇગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ અત્યાર સુધી એક પણ વખત વર્લ્ડકપ જીત્યા નથી. 224 રનના લક્ષ્યાંક સામે ઇગ્લેન્ડે 32. 1 ઓવરમાં બે વિકેટના નુકસાન પર 226 રન ફટકાર્યા હતા. ઇગ્લેન્ડ તરફથી કેપ્ટન મોર્ગન 45 અને રૂટ 49 રને અણનમ રહ્યા હતા.
ઓપનર જેસન રોય અને જોની બેયરસ્ટોએ પ્રથમ વિકેટ માટે 124 રનની ભાગીદારી કરી હતી. બેયરસ્ટો 34 રન બનાવી આઉટ થયો હતો. બાદમાં જેસન રોય 85 રન બનાવી આઉટ થયો હતો. તેણે 65 બોલમાં 9 ચોગ્ગા અને પાંચ સિક્સ સાથે 85 રનની ઇનિંગ રમી હતી.
આ અગાઉ ઓસ્ટ્રેલિયાની ટીમ 49 ઓવરમાં 223 રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ હતી. ઓસ્ટ્રેલિયા ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી. ઓસ્ટ્રેલિયાની પ્રથમ વિકેટ ચાર રન પર પડી ગઇ હતી. કેપ્ટન ફિંચ ખાતુ ખોલાવ્યા વિના આઉટ થયો હતો. બાદમાં ડેવિડ વોર્નર નવ અને પીટર હૈડ્સકોમ્બ પણ ચાર પર આઉટ થઇ જતાં ઓસ્ટ્રેલિયાએ 14 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી એકમાત્ર સ્મિથે શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 119 બોલમાં 6 ચોક્કાની મદદથી 85 રન કર્યા હતા. સ્મિથે વિકેટ કીપર એલેક્સ કેરી સાથે ચોથી વિકેટ માટે 103 રન ઉમેર્યા હતા. કેરીએ 70 બોલમાં 46 રનની ઇનિંગ રમી હતી. અંતમાં સ્ટોઇનિસ 0, મેક્સવેલ 22, કમિન્સ 6, સ્ટાર્ક 29 રન બનાવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement