શોધખોળ કરો
Advertisement
World Cup જીતનારી ટીમ પર થશે રૂપિયાનો વરસાદ, જાણો જીતનાર-હારનાર ટીમને મળશે કેટલા રૂપિયા
ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મેથી શરૂ થયેલા અને 14 જુલાઈએ સમાપ્ત થતા આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપમાં કુલ 70 કરોડ રૂપિયાની ઇનામી રકમ આપવામાં આવશે.
નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમાઈ રહેલ વર્લ્ડકપ 2019 હવે તેના અંતિમ તબક્કામાં છે. બે સેમીફાઈનલ અને એખ ફાઈનલ મેચ જ બાકી છે. આજે પ્રથમ સેમિફાઈનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડ ટકરાશે. જ્યારે 11 જુલાઈના રોજ બીજા સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ ટકરાશે. જ્યારે 14 જુલાઈના રોજ ફાઈનલ રમાશે.
ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મેથી શરૂ થયેલા અને 14 જુલાઈએ સમાપ્ત થતા આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપમાં કુલ 70 કરોડ રૂપિયાની ઇનામી રકમ આપવામાં આવશે. વર્લ્ડકપ 2019ની વિજેતા ટીમને આ રકમમાંથી 4 મિલિયન ડોલર એટલે કે આશરે 28 કરોડ રૂપિયા મળશે. તો ટાઇટલની રનર્સ-અપ ટીમ પર પણ રૂપિયાનો વરસાદ થશે. આઈસીસી પ્રમાણે વર્લ્ડકપ 2019ના ફાઇનલમાં હારનારી ટીમને 2 મિલિયન ડોલર એટલે કે 14 કરોડ રૂપિયા આપવામાં આવશે. આ સિવાય સેમિફાઇનલમાં હારનારી બે ટીમોને 5.5-5.5 કરોડ રૂપિયા આપવામાં આવશે.
ક્રિકેટ વર્લ્ડકપ ઈતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી રકમ દાવ પર છે. આ વર્લ્ડકપમાં 45 લીગ મેચ રમાઇ ચુકી છે અને 3 નોકઆઉટ મેચ બાકી છે. આ દરમિયાન 6 ટીમ, અફઘાનિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ, બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને પાકિસ્તાનની ટીમ બહાર થઈ ગઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
દેશ
Advertisement