શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
વર્લ્ડ કપ સેમી ફાઈનલમાં પાકિસ્તાન આવશે કે નહીં? જાણો શું કહે છે સમીકરણો?
બીજી તરફ ઇંગ્લેન્ડ ભારત સામે જીતતાં ઇંગ્લેન્ડના પણ 10 પોઈન્ટ થઈ ગયા છે ત્યારે ચોથા સ્થાન માટે હવે ચાર ટીમો વચ્ચે મુકાબલો છે.
લંડનઃ ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતનો ઈંગ્લેન્ડ સામે પરાજય થયો તેના કારણે ઈંગ્લેન્ડની સેમી ફાઈનલમાં પ્રવેશવાની શક્યતા પ્રબળ બની છે. હાલ ક્રિકેટ વર્લ્ડ કપના પોઇન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 14 પોઈન્ટ્સ સાથે ટોપ પર છે અને સેમી ફાઇનલમાં પ્રવેશ કરી ચૂકી છે.
બીજી તરફ ભારત અને ન્યુઝીલેન્ડના 11-11 પોઈન્ટ્સ છે. આ બંને ટીમોનો સેમી ફાઇનલમાં પ્રવેશ નક્કી છે પણ ક્યા નંબર પર આવે છે તે જોવાનું રહે છે. ભારતે સેમી ફાઈનલમાં આવવા માટે હવે શ્રીલંકા અને બાંગ્લાદેશ સામેની મેચોમાંથી એક મેચ જીતવાની છે. ભારત ના જીતે તો પણ નેટ રન રેટના આધારે તેની શક્યકા પ્રબળ છે.
બીજી તરફ ઇંગ્લેન્ડ ભારત સામે જીતતાં ઇંગ્લેન્ડના પણ 10 પોઈન્ટ થઈ ગયા છે ત્યારે ચોથા સ્થાન માટે હવે ચાર ટીમો વચ્ચે મુકાબલો છે. ભારતની હાર સાથે પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ અને શ્રીલંકામાંથી કોઈ એક ટીમ સેમી ફાઇનલમાં પ્રવેશશે અને તેમાં પણ પાકિસ્તાન અને ઈંગ્લેન્ડની સંભાવનાઓ વધી છે.
ઈંગ્લેન્ડની છેલ્લી મેચ ન્યુઝીલેન્ડ સામે છે અને આ મેચ ઈંગ્લેન્ડ જીતે તો તે 12 પોઈન્ટ સાથે સીધું સેમી ફાઈનલમાં આવશે. ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડની મેચ વરસાદના કારણે ધોવાઈ જાય તો બંને ટીમો સેમી ફાઈનલમાં આવશે. એ સ્થિતીમાં ન્યુઝીલેન્ડના 12 પોઈન્ટ થાય ને ઈંગ્લેન્ડના 11 પોઈન્ટ થાય.
ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ બંનેનો નેટ રન રેટ સારો હોવાથી બંને સેમી ફાઈનલમાં આવે. પાકિસ્તાનની છેલ્લી મેચ બાંગ્લાદેશ સામે છે. પાકિસ્તાન બાંગ્લાદેશ સામે જીતે ને ઈંગ્લેન્ડ ન્યુઝીલેન્ડ સામે હારે તો પાકિસ્તાન સીધું સેમી ફાઈનલમાં આવે પણ પાકિસ્તાન હારી જાય તો ફેંકાઈ જાય.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion