શોધખોળ કરો
વર્લ્ડકપ-2019ઃ ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચેની સેમિફાઇનલમાં વરસાદ પડે તો શું થશે? જાણો વિગતો
બ્રિટિશ હવામાન વિભાગે માંન્ચેસ્ટરમાં પ્રથમ સેમિફાઇનલ મેચ દરમિયાન હળવા વરસાદની આગાહી કરી છે

નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2019માં પ્રથમ સેમિફાઇનલમાં ભારત અને ન્યૂઝિલેન્ડ ટકરાશે. બંન્ને વચ્ચેની મેચ 9 જૂલાઇના રોજ રમાશે. જ્યારે બીજી સેમિફાઇનલ ઓસ્ટ્રેલિયા અને ઇગ્લેન્ડ વચ્ચે રમાશે. ટુનામેન્ટમાં ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે એક પણ મેચ રમાઇ નથી. બંન્ને વચ્ચેની મેચ વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી. ભારત અને ન્યૂઝિલેન્ડની ટીમ પ્રથમવાર સેમિફાઇનલમાં એકબીજા સામે ટકરાશે. બ્રિટિશ હવામાન વિભાગે માંન્ચેસ્ટરમાં હળવા વરસાદની આગાહી કરી છે. ઇગ્લેન્ડમાં રમાઇ રહેલા વર્લ્ડકપમાં અનેક મેચમાં વરસાદ વિલન બન્યો છે. વરસાદના કારણે અનેક મહત્વની મેચ ન રમાતા ક્રિકેટ ચાહકોને નિરાશા સાંપડી હતી. વર્લ્ડકપમાં અનેક ટીમોને વરસાદના કારણે નુકસાનનો સામનો કરવો પડ્યો છે ત્યારે 9 જૂલાઇના રોજ રમાઇ રહેલી ટીમ ઇન્ડિયા અને ન્યૂઝિલેન્ડ વચ્ચેની મેચમાં વરસાદ પડશે તો શું થશે તેને લઇને ક્રિકેટ ચાહકોમાં સવાલ ઉઠી રહ્યા છે. જો સેમિફાઇનલમાં વરસાદ પડશે તો કઇ ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે તેવા પણ સવાલ ઉઠી રહ્યા છે ત્યારે આ અંગે આઇસીસીએ અગાઉથી આ પ્રકારની સમસ્યાનો સામનો કરવા માટે યોજના બનાવી રાખી છે. વર્લ્ડકપની 9 જૂલાઇના રોજ રમાનારી પ્રથમ સેમિફાઇલ મેચમાં જો વરસાદ પડે તો મેચ આગામી દિવસે એટલે કે 10 જૂલાઇના રોજ રમાડવામાં આવશે. સેમિફાઇનલ અને ફાઇનલ મેચ માટે આઇસીસી દ્ધારા રિઝર્વ ડે રાખવામાં આવ્યા છે. નોંધનીય છે કે ભારતની આ સાતમી સેમિફાઇનલ હશે. અગાઉ ત્રણમાં હાર અને ત્રણમાં જીત મળી છે. ટીમ ઇન્ડિયા 1983 અને 2011માં ચેમ્પિયન બની છે. 2003માં ટીમ ઇન્ડિયા ફાઇનલમાં હારી ગઇ હતી. બીજી તરફ ન્યૂઝિલેન્ડની આ આઠમી સેમિફાઇનલ હશે. જેમાંથી તે એક વખત સેમિફાઇનલ જીતી શકી છે.
વધુ વાંચો





















