શોધખોળ કરો

World Cup 2023 : ચાહકોની આતુરતાનો અંત, વર્લ્ડકપને લઈ આવ્યું મોટું અપડેટ

ક્રિકેટ ચાહકો આ સમયપત્રકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પરંતુ હવે આ આતુરતાનો અંત આવવા જઈ રહ્યો છે.

ICC ODI World Cup 2023 Schedule: ODI વર્લ્ડકપ 2023ના શેડ્યૂલને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. આ ટૂર્નામેન્ટ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બર વચ્ચે ભારતમાં રમવવા જઈ રહી છે. બીસીસીઆઈએ તાજેતરમાં ડ્રાફ્ટ શેડ્યૂલ આઈસીસીને સોંપ્યો હતો. પરંતુ સત્તાવાર શેડ્યૂલ  હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. ક્રિકેટ ચાહકો આ સમયપત્રકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પરંતુ હવે આ આતુરતાનો અંત આવવા જઈ રહ્યો છે. 

વર્લ્ડકપ 2023ને લઈ મોટું અપડેટ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ અઠવાડિયે ODI વર્લ્ડકપ 2023ના શેડ્યૂલની જાહેરાત થઈ શકે છે. ડ્રાફ્ટ શેડ્યૂલ ત્યારે જ અંતિમ સ્વરૂપમાં આવશે જ્યારે તમામ સભ્ય દેશો તેના પર સહમત થશે. પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) કેટલીક મેચોના સ્થળને લઈને નાખુશ છે. જેના કારણે સમયપત્રકની જાહેરાતમાં વિલંબ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ ટૂર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થશે જ્યારે ફાઈનલ 19 નવેમ્બરે રમાશે.

ટુર્નામેન્ટ ડ્રાફ્ટ શેડ્યૂલ
 
અહેવાલો અનુસાર, ODI વર્લ્ડકપ 2023ની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે 5 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ફાઈનલ પણ આ મેદાન પર 19મી નવેમ્બરે યોજાશે. ટીમ ઈન્ડિયા તેની 9 મેચ 9 અલગ-અલગ સ્થળો પર રમશે. જ્યારે ભારત અને પાકિસ્તાન (IND vs AUS) 15 ઓક્ટોબરે ટકરાશે. આ મેચ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બીજી તરફ પાકિસ્તાન સામેની મેચો 5 સ્થળો પર રમાશે.

ટીમ ઈન્ડિયાની મેચોનું સંભવિત ટાઈમ-ટેબલ

ભારત વિ ઓસ્ટ્રેલિયા, 8 ઓક્ટોબર, ચેન્નાઈ

ભારત વિ અફઘાનિસ્તાન, 11 ઓક્ટોબર, દિલ્હી

ભારત વિ પાકિસ્તાન, 15 ઓક્ટોબર, અમદાવાદ

ભારત વિ બાંગ્લાદેશ, 19 ઓક્ટોબર, પુણે

ભારત વિ ન્યુઝીલેન્ડ, 22 ઓક્ટોબર, ધર્મશાલા

ભારત વિ ઈંગ્લેન્ડ, 29 ઓક્ટોબર, લખનૌ

ભારત વિ ક્વોલિફાયર, 2 નવેમ્બર, મુંબઈ

ભારત વિ દક્ષિણ આફ્રિકા, 5 નવેમ્બર, કોલકાતા

ભારત વિ ક્વોલિફાયર, 11 નવેમ્બર, બેંગલુરુ

વિશ્વભરના ચાહકો ભારત-પાક. મુકાબલાને લઈ આતુર

ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ શકે છે. અહેવાલો અનુસાર, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અમદાવાદના સ્થળને સીલ કરવા જઈ રહ્યું છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. વર્લ્ડ કપ 2019માં ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી ODI મેચ રમાઈ હતી. ત્યારથી બંને ટીમો ODI ફોર્મેટમાં આમને સામને થઈ શકી નથી.

વિશ્વભરના ચાહકો ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચની રાહ જોઈ રહ્યા છે. હવે આ બંને ટીમો વર્લ્ડ કપમાં આમને-સામને થશે. 'ઈન્ડિયન એક્સપ્રેસ' માં પ્રકાશિત એક સમાચાર અનુસાર, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર સ્ટેડિયમમાં રમાઈ શકે છે. આ સ્ટેડિયમમાં 1 લાખ દર્શકો બેસી શકે છે. બીસીસીઆઈ આ અંગે ભારતીય ટીમ મેનેજમેન્ટ સાથે ચર્ચા કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?

વિડિઓઝ

Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
Embed widget