શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપ 2019 INDvWI: શમી કે ભુવનેશ્વર? સચિને આપ્યો ચોંકાવનારો જવાબ, જાણો વિગત
ભુવનેશ્વર કુમાર હાલ ફિટ થઈ ગયો છે અને તેણે નેટમાં પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે.
માંચેસ્ટરઃ વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં એક પણ મેચ નહીં હારેલી ટીમ ઈન્ડિયા અને છ માંથી માત્ર એક મેચ જીતેલી વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આવતીકાલે ઓલ્ડ ટ્રેફર્ડમાં રમાશે. પાકિસ્તાન સામેની વન ડેમાં માત્ર ત્રણ ઓવર ફેંક્યા બાદ પગના સ્નાયુ ખેંચાઈ જવાના કારણે બહાર થઈ ગયેલા ભુવનેશ્વર કુમારના સ્થાને ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાન સામે મોહમ્મદ શમીને સમાવ્યો હતો. મેચમાં તેણે હેટ્રિક લેવાની સાથે ચાર વિકેટ લીધી હતી.
ભુવનેશ્વર કુમાર હાલ ફિટ થઈ ગયો છે અને તેણે નેટમાં પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. આ અંગે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને જ્યારે વેસ્ટ ઈન્ડિઝ સામે ભુવનેશ્વર કુમાર કે મોહમ્મદ શમી કોની પસંદગી કરશો ? તેવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેનો સચિને ખૂબ ચોંકાવનારો પણ સચોટ જવાબ આપ્યો હતો.
સચિને કહ્યું કે, જો ભુવનેશ્વર ફિટ હોય તો હું ચોક્કસ તેની પસંદગી કરું. કારણકે તેની પાસે બોલને સ્વિંગ કરાવવાની ક્ષમતા છે. તે વેસ્ટ ઈન્ડિઝના ટોપ ઓર્ડરને સ્વિંગ દ્વારા મુશ્કેલીમાં મુકી શકે છે.
બીસીસીઆઈ દ્વારા ભુવનેશ્વર નેટમાં બોલિંગ કરતો હોય તેવો વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે.
ફરી એકવાર અમદાવાદમાં મેઘરાજાની પધરામણી, અનેક વિસ્તારોમાં પડ્યો ભારે વરસાદ, જુઓ વીડિયોLook who's back in the nets 💪💪#TeamIndia #CWC19 pic.twitter.com/m8bqvHBwrn
— BCCI (@BCCI) June 25, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement