શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપ 2019: ટીમ ઈન્ડિયાના આ ધૂરંધરો પ્રથમ વખત રમશે વર્લ્ડકપ, જાણો વિગત
મિશન વર્લ્ડ કપ માટે બીસીસીઆઈએ 15 સભ્યોની ટીમ જાહેર કરી દીધી છે. કુલ 15માંથી 8 ખેલાડી એવા પણ છે જે પ્રથમ વખત ક્રિકેટના મહાકુંભમાં રમશે.
નવી દિલ્હીઃ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ આ વખતે ઇંગ્લેન્ડની ધરતી પર ફરી એક વખત વર્લ્ડકપ વિજેતા બનવા ઉતરશે. પસંદગી સમિતિએ ટીમમાં અનુભવ અને યુવા જોશનું ભરપૂર ધ્યાન રાખ્યું છે. ટીમમાં મહેન્દ્ર સિંહ ધોની જેવા દિગ્ગજ છે, જે તેનો ચોથો વર્લ્ડકપ રમશે. તો કુલ 15માંથી 8 ખેલાડી એવા પણ છે જે પ્રથમ વખત ક્રિકેટના મહાકુંભમાં રમશે.
આ ખેલાડીઓ પ્રથમ વખત રમશે વર્લ્ડકપમાં
કેએલ રાહુલ, કેદાર જાધવ, વિજય શંકર, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, દિનેશ કાર્તિક. (કાર્તિક 2007ના વર્લ્ડકપમાં ધોનીના બેકઅપ તરીકે ટીમમાં હતો પરંતુ એકપણ મેચ રમવાનો મોકો મળ્યો નહોતો.)
છેલ્લા થોડા સમયથી ટીમ ઈન્ડિયાનો મહત્વનો હિસ્સો બન્યા છે આ ખેલાડીઓ
પ્રથમ વખત વર્લ્ડકપ રમવા જઈ રહેલા આ તમામ ખેલાડીઓ છેલ્લા થોડા સમયથી ટીમ ઈન્ડિયાનો મહત્વનો હિસ્સો બની ગયા છે. કુલદીપ અને ચહલની જોડીએ છેલ્લા ત્રણ વર્ષમા ખુદને સાબિત કર્યા છે અને અનેક મોકા પર ભારતીય ટીમને જીત અપાવી છે. જસપ્રીત બુમરાહ પણ છેલ્લા બે વર્ષમાં ભારતનો સૌથી ભરોસાપાત્ર ફાસ્ટ બોલર બનીને ઉભર્યો છે અને વિકેટ લેવામાં સૌથી મોખરે છે. હાર્દિક પંડ્યા પણ ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર તરીકે પોતાની ઉપયોગીતા સાબિત કરી ચુક્યો છે. જે ફાસ્ટ બોલિંગની સાથે આક્રમક બેટિંગ પણ કરે છે, જે અંતિમ ઓવરોમાં ભારત માટે ઘણી મહત્વની સાબિત થઈ શકે છે.
વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, વિજય શંકર, એમ એસ ધોની(વિકેટકિપર), કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી
વર્લ્ડકપ 2019: આ કારણે ભારતીય ટીમમાંથી પંતનું પત્તુ કપાયું ને કાર્તિકની થઈ પસંદગી, જાણો વિગત
વર્લ્ડકપ 2019: ટીમ ઈન્ડિયાની થઈ જાહેરાત, ત્રણ ગુજરાતીને મળ્યું સ્થાન
માત્ર 9 વનડે રમેલા આ ખેલાડીને લાગી લૉટરી, વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયામાં મળ્યુ સ્થાન, જાણો વિગતે
વર્લ્ડકપ 2019 માટે ટીમ ઇન્ડિયા જાહેર, 15 સભ્યોની ટીમમાં 3 ગુજરાતીઓને મળ્યુ સ્થાન, જુઓ વીડિયોIndian team for World Cup: Virat, Rohit, Shikhar, KL Rahul, Vijay Shankar, Dhoni,Kedar Jadhav,Dinesh Kartik,Y Chahal,Kuldeep Yadav, Bhuvneshwar, Bumrah ,Hardik Pandya, Jadeja, Mohd Shami pic.twitter.com/rf1fQbRuJ8
— ANI (@ANI) April 15, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion