Wrestlers Protest: બજરંગ પુનિયા, સાક્ષી અને વિનેશ વિરુદ્ધ FIR, રમખાણો ભડકાવવા સહિતની કલમો હેઠળ નોંધ્યો કેસ
Wrestlers Protest: રવિવારે દિલ્હી પોલીસે બ્રિજભૂષણ શરણ સિંહનો વિરોધ કરી રહેલા કુસ્તીબાજોને કસ્ટડીમાં લીધા હતા. જોકે બાદમાં મહિલા કુસ્તીબાજોને છોડી દેવામાં આવી હતી.
Wrestlers Protest: દિલ્હી પોલીસે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ વિરોધ કરી રહેલા કુસ્તીબાજો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. જે કુસ્તીબાજો સામે કેસ નોંધવામાં આવ્યો છે તેમાં વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા જેવા પ્રતિષ્ઠિત કુસ્તીબાજોનો સમાવેશ થાય છે. સંસદ ભવન તરફ કૂચ કરી રહેલા વિરોધ પ્રદર્શનકારી કુસ્તીબાજોને પોલીસ કસ્ટડીમાં લીધાના કલાકો બાદ રવિવારે (28 મે) દિલ્હી પોલીસે આ કાર્યવાહી કરી હતી.
#WATCH दिल्ली: नए संसद भवन की ओर कूच कर रहे प्रदर्शनकारियों को पुलिस ने रोका। पुलिस ने कुछ प्रदर्शनकारियों को हिरासत में भी लिया।
— ANI_HindiNews (@AHindinews) May 28, 2023
WFI के अध्यक्ष बृजभूषण शरण सिंह के विरोध में पहलवानों द्वारा आज दिल्ली में 'महिला सम्मान महापंचायत' का आह्वान किया गया है। pic.twitter.com/IAjfj9Vcdb
દિલ્હી પોલીસે જણાવ્યું કે, કુસ્તીબાજ બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ અને અન્ય આયોજકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. કેટલાક કુસ્તીબાજો મોડી રાત્રે જંતર-મંતર આવ્યા હતા પરંતુ તેમને મંજૂરી આપવામાં આવી ન હતી અને પરત મોકલી દેવામાં આવ્યા હતા.
નવો ઈતિહાસ લખાઈ રહ્યો છે - વિનેશ
એફઆઈઆરનો જવાબ આપતા વિનેશ ફોગાટે કહ્યું કે નવો ઈતિહાસ લખાઈ રહ્યો છે. ફોગાટે તેના ટ્વિટર પેજ પર લખ્યું, "દિલ્હી પોલીસે અમારી સાથે યૌન શોષણ કરનાર બ્રિજ ભૂષણ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં 7 દિવસનો સમય લીધો અને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવા બદલ અમારી વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં 7 કલાક પણ ન લાગ્યા. શું આ દેશમાં સરમુખત્યારશાહી શરૂ થઈ ગઈ છે? આખી દુનિયા જોઈ રહી છે કે સરકાર તેના ખેલાડીઓ સાથે કેવો વ્યવહાર કરી રહી છે. એક નવો ઈતિહાસ લખાઈ રહ્યો છે.
બજરંગ પુનિયાએ અટકાયત પર ઉઠાવ્યો સવાલ
રવિવારે (28 મે) વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ સંસદ ભવન સામે મહિલા સન્માન મહાપંચાયતની જાહેરાત કરી હતી. પોલીસે આની મંજૂરી આપી ન હતી. આ હોવા છતાં કુસ્તીબાજોએ સંસદ તરફ 'શાંતિપૂર્ણ કૂચ' કરી, ત્યારબાદ પોલીસે તેમને કસ્ટડીમાં લીધા. સાક્ષી મલિક અને વિનેશ ફોગાટને થોડા કલાકો બાદ મુક્ત કરવામાં આવ્યા હતા જ્યારે પુનિયાને મોડી રાત્રે મુક્ત કરવામાં આવ્યા હતા. પુનિયાએ તેની પોલીસ કસ્ટડી પર સવાલ ઉઠાવ્યા છે. પુનિયાએ ટ્વિટર પર લખ્યું, હું હજુ પણ પોલીસ કસ્ટડીમાં છું. કશું કહેતા નથી. શું મેં કોઈ ગુનો કર્યો છે? બ્રિજ ભૂષણને જેલમાં હોવું જોઈતું હતું. શા માટે અમને જેલમાં રાખવામાં આવ્યા છે?
#WATCH यह इस देश का दुर्भाग्य है कि एक एक यौन उत्पीड़न का आरोपी नए संसद भवन के उद्घाटन में शामिल हुआ...दिल्ली पुलिस ने हमपर 7 घंटे में FIR दर्ज़ कर दी लेकिन इन्हें बृजभूषण के खिलाफ FIR दर्ज़ करने में 7 दिन लग गए: पहलवान बजरंग पुनिया, दिल्ली pic.twitter.com/ag89zNxXXK
— ANI_HindiNews (@AHindinews) May 28, 2023
જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન સમાપ્ત
કુસ્તીબાજો પર કાર્યવાહી કરવાની સાથે પોલીસે જંતર-મંતર પરના વિરોધ સ્થળ પરથી તમામ સામાન હટાવી લીધો છે અને સ્થળની સફાઈ કરવામાં આવી છે. મતલબ કે હવે ખેલાડીઓ ધરણાં કરી શકશે નહીં.