શોધખોળ કરો

પાણીપુરી વેચતો હતો આ ક્રિકેટર, 17 વર્ષે બેવડી સદી ફટકારવાનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

ઉત્તર પ્રદેશના ભદોહીના આ કિશોર માટે ક્રિકેટ બનવાની સફર સરળ રહી નથી.

મુંબઇઃમુંબઈના યુવા બેટ્સમેન યશસ્વી જાયસ્વાલે બુધવારે વિજય હજારે ટ્રોફીમાં બેવડી સદી ફટકારનારો ત્રીજો બેટ્સમેન બની ગયો હતો. તેણે ઝારખંડ સામે ગ્રુપ-એ મેચમાં 203 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જેની સાથે જ તે લિસ્ટ એ અને વન ડેમાં બેવડી સદી ફટકારનારો સૌથી યુવા બેટ્સમેન બની ગયો છે. યશસ્વીએ આ પરાક્રમ કર્યું ત્યારે તેની ઉંમર 17 વર્ષ, 292 દિવસ છે. ઉત્તર પ્રદેશના ભદોહીના આ કિશોર માટે ક્રિકેટ બનવાની સફર સરળ રહી નથી. જ્યારે તે 2012માં ક્રિકેટના સપના સાથે પોતાના કાકા પાસે મુંબઇ પહોંચ્યો હતો ત્યારે તે ફક્ત 11 વર્ષનો હતો. કાકા પાસે એટલું મોટું ઘર નહોતું કે તે યશસ્વીને પોતાની પાસે રાખી શકે. તે એક ડેરીમાં સૂતો હતો. બે સમયનું જમવા માટે ફૂડ વેન્ડરને ત્યાં કામ કરવાનું શરૂ કર્યું. રાત્રે તે પાણીપુરી વેચતો હતો. 21મી સદીમાં પેદા થયેલા યશસ્વી જાસવાલ લિસ્ટ-એમાં બેવડી સદી ફટકનાર પ્રથમ ક્રિકેટર છે. યશસ્વી જાસવાલે 154 બોલની ઇનિંગમાં 17 ચોગ્ગા અને 12 સિક્સ ફટકારી હતી. યશસ્વી પહેલા આ રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના એલન બોરોના નામે હતો. તેણે 1975માં સાઉથ આફ્રિકામાં ઘરેલુ ક્રિકેટમાં બેવડી સદી ફટકારી ત્યારે તેની ઉંમર 20 વર્ષ 273 દિવસ હતી. વર્તમાન ટુર્નામેન્ટમાં બેવડી સદી ફટકારનારો તે બીજો બેટ્સમેન છે. યશસ્વીએ 154 બોલમાં 203 રન ફટકાર્યા હતા. જેમાં તેણે 12 છગ્ગા અને 17 ચોગ્ગા માર્યા હતા. આ અગાઉ 2014 યશસ્વી ચર્ચામાં આવ્યો હતો ત્યારે તેણે 12 વર્ષની ઉંમરમાં Giles Shield  સ્કૂલ મેચમાં અંજુમન ઇસ્લામ હાઇસ્કૂલ તરફથી રમતા અણનમ 319 રન ફટકાર્યા હતા. એટલું જ નહી રાજા શિવાજી વિદ્યામંદિર (દાદર) વિરુદ્ધ આ મેચમાં 99 રન આપીને 13 વિકેટ ઝડપી હતી. આ પહેલા વિકેટકિપર બેટ્સમેન સંજુ સેમસને કેરલ તરફથી રમતા ગોવા સામે અણનમ 212 રન બનાવી ઈતિહાસ રચ્યો હતો. તે વિજય હજારે ટુર્નામેન્ટમાં એક મેચમાં સૌથી વધારે રન બનાવનારો બેટ્સમેન છે.આ સાથે જાયસ્વાલ લિસ્ટ એ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનારો નવમો ભારતીય બેટ્સમેન બની ગયો છે. ભારતીય બેટ્સમેનો દ્વારા લિસ્ટ-એમાં લગાવવામાં આવેલી નવ બેવડી સદીમાંથી પાંચ વન ડેમાં નોંધાઈ છે. જેમાં રોહિત શર્માના નામે ત્રણ અને સચિ તથા સેહવાગના નામે એક-એક બેવડી સદી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget