શોધખોળ કરો
IPL: મુંબઈ ઈન્ડિયન્સે ખરીદતાં જ યુવરાજ સિંહે બનાવી દીધો એક અનોખો રેકોર્ડ, જાણો વિગત

1/5

યુવરાજ ગત સીઝનમાં પંજાબ તરફથી રમ્યો હતો અને આ વખતે પંજાબે તેને રિલીઝ કરી દીધો હતો. રિલીઝ બાદ ઓક્શન લિસ્ટમાં યુવરાજનું નામ આવતાં જ મુંબઈ ઈન્ડિયન્સે ટીમમાં સામેલ કર્યો હતો. મુંબઈ સાથે જોડાતાં જ યુવરાજે એક અનોખો રેકોર્ડ પણ તેના નામે કરી લીધો છે.
2/5

ટીમ ઈન્ડિયાને 2007નો ટી20 વર્લ્ડ કપ અને 2011નો આઇસીસી વિશ્વકપ જીતાડવામાં મહત્વનો રોલ ભજવનારા ઓલરાઉન્ડર યુવરાજ સિંહને પ્રથમ રાઉન્ડમાં કોઈએ ખરીદ્યો નહોતો. જે બાદ બીજા રાઉન્ડમાં મુંબઈ ઈન્ડિયન્સે તેને 1 કરોડ રૂપિયાની બેઝ પાઇઝ પર ખરીદી લીધો હતો. મુંબઈમાં યુવરાજની પસંદગી કરવામાં ઝહીર ખાને મહત્વનો રોલ ભજવ્યો હતો.
3/5

નવી દિલ્હીઃ નવી દિલ્હીઃ આઈપીએલની 12મી સીઝન માટે 18 ડિસેમ્બરે જયપુરમાં ખેલાડીઓની હરાજી કરવામાં આવી હતી. જેમાં દેશ વિદેશના 60 ખેલાડીઓની હરાજી થઈ હતી. ઘણા યુવા ખેલાડીઓને તેમની બેસ પ્રાઇઝ કરતાં અનેક ગણી વધારે રકમ મળી હતી. તો અનેક સ્ટાર ખેલાડીઓને ટીમમાં સામેલ કરવા કોઈ ફ્રેન્ચાઇઝીએ રસ દાખવ્યો નહોતો. ઘણા દિગ્ગજ ખેલાડીઓને ટીમ માલિકોએ તેની બેસ પ્રાઇઝ પર જ ખરીદ્યા હતા. આમાં સૌથી વધુ ચોંકાવનારું નામ યુવરાજ સિંહનું છે.
4/5

મુંબઈ ઈન્ડિયન્સ યુવરાજની છઠ્ઠી આઈપીએલ ટીમ છે. આ પહેલા 5 ટીમો તરફથી આઈપીએલમાં રમી ચુક્યો છે. આજ સુધી કોઈ બીજો ખેલાડી 6 ટીમો સાથે સંકળાયેલો નથી. યુવરાજ આઈપીએલમાં અત્યાર સુધી કિંગ્સ ઇલેવન પંજાબ, પૂણે વોરિયર્સ, દિલ્હી ડેરડેવિલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમી ચુક્યો છે.
5/5

ઝહીર યુવરાજની ક્ષમતાથી પરિચિત છે અને સાથે ઘણું ક્રિકેટ રમ્યા છે. આઈપીએલ હરાજી દરમિયાન યુવીને કેમ ખરીદવો જોઈએ તે વાત તે ફ્રેન્ચાઇઝી માલિકોને સમજાવવામાં સફળ રહ્યો હતો. જેના કારણે મુંબઈની ટીમમાં યુવરાજની પસંદગી થઈ હતી.
Published at : 19 Dec 2018 10:14 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
ગુજરાત
ગુજરાત
Advertisement
