નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના સિક્સર કિંગ યુવરાજ સિંહએ આઈપીએલ 2019ની હરાજી બાદ મોટું નિવેદન આપ્યું છે. કિંગ્સ ઇલેવન પંજાબથી બહાર થયા બાદ યુવરાજ સિંહને મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ 2019 માટે પોતાની ટીમમાં સામેલ કર્યો છે. યુવરાજે કહ્યું કે, તેને આ વાતને લઈને કોઈ નિરાશા નથી.
2/3
યુવરાજે કહ્યું કે, પ્રથમ રાઉન્ડમાં કોઈને ન ખરીદ્યો તેનાથી હું નિરાશ નથી. કારણ કે મને પહેલેથી જ લાગી રહ્યું હતું કે મને પ્રથમ રાઉન્ડમાં કોઈ ખરીદશે નહીં. યુવરાજે આ માટેનું કારણ આપતા કહ્યું કે, જ્યારે તમે કોઈ આઈપીએલ ટીમ પસંદ કરો છે ત્યારે યુવા ક્રિકેટર્સ તરફ વધારે ધ્યાન આપો છો. હું કારકિર્દીના એવા સમય પર છું જ્યાં એવું વિચારી લેવામાં આવે છે કે આ કારકિર્દીનો અંતિમ સમય છે. મને આશા હતી કે છેલ્લા રાઉન્ડમાં મને કોઈ ટીમ ચોક્કસ ખરીદશે.
3/3
યુવરાજે જણાવ્યું કે, મને લાગી રહ્યું હતું કે હું મુંબઈ ટીમમાં જ પસંદ થઈશે. સાચું કહું તો હું આ વર્ષે રમવા માટેની તક શોધી રહ્યો હોત અને હું ખુશ છું કે મને તક મળી. આકાશ અંબાણીએ મારા વિશે સારું વિચાર્યું અને મને ગમ્યું કે તેમણે મારા પર વિશ્વાસ મૂક્યો.