શોધખોળ કરો
Advertisement
યુજવેંદ્ર ચહલની મંગેતર ધનશ્રી વર્માએ પીપીઈ કિટ પહેરી કર્યો શાનદાર ડાન્સ, જુઓ વીડિયો
ચહલની મંગેતર ધનશ્રી વર્મા પોતાની શાનદાર કોરિયોગ્રાફીના કારણે જાણીતી છે. હાલના દિવસોમાં તેના ડાન્સ વીડિયો ચર્ચામાં રહે છે.
મુંબઈ: ભારતીય બોલર યુજવેંદ્ર ચહલે હાલમાં જ ડૉ ધનશ્રી વર્મા સાથે સગાઈ કરી છે. ચહલે પોતાની સગાઈ જાણકારી સોશિયલ મીડિયાના માધ્યમથી આપી હતી. સગાઈ બાદ ચહલ અને ધનશ્રી વર્મા એકબીજા સાથેના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી રહ્યા છે. ચહલની મંગેતર ધનશ્રી વર્મા પોતાની શાનદાર કોરિયોગ્રાફીના કારણે જાણીતી છે. હાલના દિવસોમાં તેના ડાન્સ વીડિયો ચર્ચામાં રહે છે. એક વીડિયોમાં ધનશ્રી વર્મા પીપીઈ કિટ પહેરીને શાનદાર ડાન્સ કરતી જોવા મળી હતી.
આ વીડિયોને ધનશ્રી વર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે,જેમાં તે કુર્તા પઝામા ગીત પર શાનદાર ડાન્સ કરતી જોવા મળે છે. અત્યાર સુધીમાં 34 લાખથી વધુ લોકો આ ડાન્સ વીડિયો જોઈ ચૂકયા છે. ધનશ્રી વીડિયોમાં પીપીઈ કિટ પહેરી એરપોર્ટ પર જોવા મળી રહી છે.
ધનશ્રી વર્માનો આ ડાન્સ વીડિયો ચહલને પણ ખૂબ જ પસંદ આવ્યો છે. તેણે કોમેન્ટમાં હાર્ટ શેપ ઈમોજી બનાવી છે. ધનશ્રીના ડાન્સ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. ધનશ્રી વર્મા જાણીતી Youtuber પણ છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 1 મિલિયનથી વધુ ફોલોવર્સ છે.
યુજવેંદ્ર ચહલ આઈપીએલની 13મી સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂની જર્સીમાં જોવા માટે તૈયાર છે. આઈપીએલની 13મી સીઝન 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી યૂએઈમાં રમાશે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
શિક્ષણ
Advertisement