શોધખોળ કરો
હાર્દિકને 15મીએ દોઢ લાખ પાટીદારો આવકારશે, ઓપન જીપ્સીમાં નીકળશે રેલી, પછી સૌરાષ્ટ્રનો કાર્યક્રમ
1/7

સાંજે 4.30 વાગ્યે કાગવડ પહોંચશે અને ત્યાર બાદ માતાજીના આશીર્વાદ લઈ સમગ્ર સૌરાષ્ટ્રના કન્વીનરો મા ઉમાના ધામ ઉમિયા ધામ-સિદસર સાંજે 6.15 વાગ્યે માતાજીના આશીર્વાદ લેવા પહોંચશે અને રસ્તામાં હાર્દિકનું સ્વાગત કરવામાં આવશે. ત્યાં દર્શન કર્યા પછી 6.45 વાગ્યે ભાયાવદર ગામમાં 20-25 હજાર પાટીદારો હાર્દિક પટેલનું સ્વાગત કરશે. હાર્દિક અહીં તેમની સાથે સંવાદ કરશે. ત્યાર બાદ હાર્દિક રાજકોટ જવા રવાના થશે અને રાત્રે 10 વાગ્યે મોરબી પહોંચશે. મોરબીમાં પીટાદોર ટંકારાથી બાઇક રેલીસાથે મોરબી તરફ પ્રયાણ કરશે અને મોરબી શહેરમાં વિશાળ બાઇક રેલી કાઢવામાં આવશે. જ્યાં હાર્દિક પાટીદાર સમાજનું અભિવાદન જીલશે.
2/7

હાર્દિકના સ્વાગત માટે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને અન્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ગાડીઓમાં પાટીદારો સુરત લાજપોર જેલ પહોંચશે. હાર્દિક પટેલ જેવા જેલ બહાર આવશે કે, તરત આ કાફલો સુરત શહેર તરફ પ્રયાણ કરશે. જ્યાં સુરતવાસીઓ દ્વારા હાર્દિકનું સ્વાગત કરવામાં આવશે. જુદા જુદા વિસ્તારોમાં જઈ હાર્દિક અભિવાદન જીલશે.
Published at : 13 Jul 2016 10:20 AM (IST)
View More





















