શોધખોળ કરો
હાર્દિકનો બે દિવસનો મેગા શોઃ 12 સભા, 7 રોડ શો અને બે મહારેલી સાથે લાખો લોકોનો સંપર્ક
1/5

હાર્દિક પટેલના કાર્યક્રમની ટૂંકી રૂપરેખા આપતાં સૌરાષ્ટ્ર પાસના પ્રવક્તા બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ 48 કલાકમાં 2150 કિલોમીટરની સ્વાગત મુસાફરી કરીને વિક્રમ સ્થાપશે. આ 48 કલાક દરમિયાન હાર્દિક 12 નાની-મોટી સભાઓ, 7 રોડ શો અને 2 મહારેલીમાં ભાગ લેવાનો છે, જેમાં 15 લાખથી વધુ લોકોની સીધી મુલાકાત લેશે.
2/5

રાજકોટઃ હાર્દિક પટેલ આવતી કાલે સવારે લાજપોર જેલમાંથી બહાર આવવાનો છે, ત્યારે હજારોની સંખ્યામાં પાટીદારો તેમને આવકારવા જવાના છે. આ પછી હાર્દિક પટેલ સુરતમાં અને પછી લગભગ અડધા ગુજરાતમાં પ્રવાસ કરવાનો છે. હાર્દિક પટેલને હાઇકોર્ટના આદેશ પ્રમાણે બે દિવસમાં ગુજરાત છોડી દેવાનું છે, ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ) દ્વારા તેનો બે દિવસનો કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો છે.
Published at : 14 Jul 2016 09:36 AM (IST)
View More




















