કોર્ટ સંકુલમાંથી જાણવા મળ્યું હતું કે, સ્વરૂપવાન પરિણીત મહિલાનો પતિ દેખાવે સામાન્ય હતો જ્યારે સિલાઈકામ કરતો પ્રેમી દેખાવડો હતો અને ઘરની સામે જ રહેતો હતો. જેથી બંનેની આંખો મળી ગઈ હતી. બંને અવારનવાર મળતા હતા અને બંનેએ સાથે રહેવાનું નક્કી કર્યું હતું.
2/6
પત્નીએ કોર્ટમાં કહ્યું હતું કે, તે એક વર્ષના દિકરા અને પ્રેમી સાથે જ રહેવા માંગે છે પતિ સાથે રહેવું નથી. જ્યારે સાત વર્ષની પુત્રી પિતા પાસે જ રોકાઈ હતી. પત્નીએ ઉમેર્યું હતું કે, તે પતિ સાથે છુટાછેડા લેવા માંગે છે.
3/6
ત્યાર બાદ નક્કી કરવામાં આવ્યું હતું કે, પરિણીતા થોડા દિવસ પોતાના પિયરમાં રહેશે. આથી પતિ, પત્ની, પિયરિયાં અને સંતાનો લક્ઝરી મારફતે રાજસ્થાન જવા નીકળ્યા હતા. જ્યાં રસ્તામાં બધાં હોટલમાં જમવા માટે ઉતર્યાં હતા પરંતુ પત્ની અને એક વર્ષનો દીકરો બસમાંથી ઉતર્યાં નહતા અને ત્યાં જ પ્રેમી ફોરવ્હીલ મારફત પરિણીતાને લેવા આવ્યો હતો અને તેણીને લઈ ગયો હતો. પત્ની ઘરે પરત નહીં ફરતાં આખરે પતિએ એડવોકેટ વિરલ મહેતા મારફત કોર્ટમાં કલમ-97 મારફત સર્ચ વોરંટની અરજી કરી હતી.
4/6
ત્યાર બાદ પત્નીનો સંપર્ક સિલાઈકામ કરતાં યુવક સાથે થયો હતો અને બંને ઘણાં જ નજીક આવી ગયા હતા. બે સંતાનોની માતા યુવક સાથે પ્રેમમાં અંધ થઈ ગઈ હતી. મિત્રોના માધ્યમથી આ વાત પતિ સુધી પહોંચી હતી. પતિએ આની જાણ પત્નીના પિયરમાં કરતા તેને સમજાવવા માટે પત્નીની માતા અને અન્ય સંબંધીઓ આવ્યા હતા.
5/6
પત્ની કે તેના પ્રેમી સામે વ્યભિચારનો ગુનો પતિ નોંધાવી શક્યો ન હતો. જોકે આ ઘટના પતિ માટે છુટાછેડા લેવા માટે પુરતી હોવાનું મનાઈ રહ્યું હતું. પરવત પાટિયા ખાતે રહેતા યુવકના લગ્ન 2008માં ગોડાદરાની યુવતી સાથે થયાં હતા. શરૂઆતમાં સુખી લગ્નજીવન શરૂ કરી એક દીકરી અને દિકરો અવતર્યો હતો.
6/6
સુરત: શનિવારે સુરતની કોર્ટમાં પત્ની, પ્રેમી અને વોનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં બે સંતાનોને છોડીને પ્રેમી સાથે ભાગી ગયેલી પરિણીતા પતિના સર્ચ વોરંટના આધારે કોર્ટમાં હાજર રહી હતી. પોતે પ્રેમી સાથે જ રહેવા માંગતી હોવાનું જણાવી બે બાળકોને છોડી પ્રેમી સાથે જ જતી રહી હતી. આ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં જ રદ કરાયેલી 497 કલમની અસર પણ દેખાઈ હતી.