ડ્રાઇવર તારીખ શેખની મહારાષ્ટ્ર અને સંજય ડોબરીયાની અમરેલીથી ધરપકડ કરવામાં આવી છે. મહિલા તબીબની હત્યા તેની નજીકના શખ્સે કરી હોવાની પોલીસને આશંકા હતી. જેને લઈને પોલીસે તેની કોલ ડિટેઈલ્સ આધારે તપાસ કરતાં આ ખુલાસો થયો છે.
2/6
બીનાબેન વિરાણી(ઉ.વ.36) પતિ ડો.નીલેશ વિરાણી સાથે પંચરત્ન ટાવરના બી-106માં રહેતા હતા. બીનાબેન પોતે પણ ડોક્ટર છે. ગત 27મી એપ્રિલે તેઓ વરાછામાં પોતાના પિયર ગયા હતા. જ્યાંથી સાંજે સાત વાગ્યે બજારમાં જવાનું કહીને નીકળ્યા હતા. આ પછી તેઓ ગૂમ થઈ ગયા હતા. બીજા દિવસે સવારે વઘઈ તાલુકાના સાકરપાતળ ગામ નજીકના કુંડા ફાટક નજીકના પુલ પાસેથી તેમની લાશ મળી હતી.
3/6
ક્રાઈમ બ્રાન્ચે સંજય ડોબરીયા અને તેના ડ્રાયવર તારીખ શેખની આ ગુનામાં ધરપકડ કરી લીધી છે. ડાંગ પોલીસ અને સુરત ક્રાઈમ બ્રાન્ચે સયુંક્ત ઓપરેશન હાથ ધરીને આ ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. ડ્રાઇવરે મહિલા તબીબની હત્યા કરી વઘઇ ખાતે લાશ ફેંકી હતી.
4/6
પોલીસે સુરતની મહિલા તબીબની ડાંગમાં મળેલી લાશનો ભેદ ઉકેલી નાંખ્યો છે. બીનાબેનને પતિ નિલેશના મિત્ર સંજય ડોબરીયા સાથે અનૈતિક સંબંધ હતા. આ સંબંધ આગળ વધતા બીનાએ સંજય સાથે લગ્ન કરવા માટે દબાણ કરવા માંડ્યું હતું. જોકે, સંજય લગ્ન કરા માંગતો ન હોય, ડ્રાઇવર સાથે મળીને બીનાની હત્યા કરી નાંખી હતી.
5/6
આ કેસમાં ગત 28મી એપ્રિલે 36 વર્ષીય અજાણી મહિલાની લાશ મળી હતી. મહિલાની ઓળખ સોશિયલ મીડિયાના આધારે થઈ હતી. જેમાં મહિલાનું નામ બીના નીલેશ વિરાણી, જે પંચરત્ન ટાવર, લંબે હનુમાન રોડ, વરાછા, ખાતે રહેતી હોવાનું જાણવા મળ્યું હતું.
6/6
સુરત: શહેરના વરાછાની ડોક્ટર યુવતીની હત્યામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. ડોક્ટર યુવતીની હત્યા અનૈતિક સંબંધમાં થઈ હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, અઠવાડિયા પહેલા ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના સાકરપાતળ ગામે કુંડા ફાટક પાસે પુલ નીચેથી ડોકટર યુવતીની લાશ મળી આવી હતી.