શોધખોળ કરો
સુરતઃ પરિણીતાએ વહેલી સવારે પ્રેમીને બોલાવ્યો, ઘરે પહોંચ્યો તો પતિ હતો હાજર, પછી શું થયું?

1/10

હત્યારા કલ્પેશની ધરપકડ કરી કતારગામ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. જોકે હત્યા કર્યા બાદ કલ્પેશ અને તેની પત્ની રેખા વતન દાહોદ જતા રહેવા ઘરેથી નીકળી ગયા હતા. તે દાહોદ તરફ રવાના થાય એ પૂર્વે જ બંનેને પૂણા-કુંભારિયા વિસ્તારમાંથી પોલીસે પકડી પાડ્યા હતા.
2/10

3/10

જોકે, રેખાએ તેના કૌશિક સાથે આવા કોઈ જ સંબંધ ન હોવાનું જણાવ્યું હતું. જોકે, કલ્પેશ માનવા તૈયાર નહોતો. તેમજ તે સાચી હોય તો કૌશિકને હાલને હાલ મળવા બોલાવવાનું કહ્યું હતું. જેથી રેખાએ વહેલી સવારે ચાર વાગ્યે કૌશિકને ફોન કરીને મળવા માટે બોલાલ્યો હતો.
4/10

કતારગામ પોલીસે આ ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી લીધો હતો અને કલ્પેશે પત્નીના આડા સંબંધની શંકાથી હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આરોપી કલ્પેશની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. કલ્પેશ મૂળ ગોધરાનો વતની છે અને સુરતમાં છૂટક મજૂરી કામ કરે છે.
5/10

6/10

રેખાના ફોન પછી કૌશિક બુધવારે સવારે તેને મળવા માટે સવારે તાપી કિનારે ગયો હતો. કૌશિક મળવા આવતાં જ ઉશ્કેરાયેલા કલ્પેશે ઉપરા-ઉપરી કૂહાડીના 36 ઘા મારીને કૌશિકને ત્યાં જ ઠાર કરી નાંખ્યો હતો. કલ્પેશે ગળા, નાક, કપાસ, મોડા અને હાથ સહિત આખા શરીર પર કુહાડીના ઘા માર્યા હતા.
7/10

8/10

9/10

આ અંગેની વિગતો એવી છે કે, કતારગામના ખાશીબા ફાર્મ પાસે કૌશિક નાયકા(ઉ.વ.23) કરિયાણાની દુકાન ધરાવે છે. તેની પાડોશમાં જ કલ્પેશ મછાર(ઉ.વ.23) પત્ની સાથે રહે છે. કૌશિક અવાર-નવાર કલ્પેશની પત્ની સાથે સંબંધ હોવાની વાતો કરતો હતો. આ વાતની જાણ કલ્પેશને થતાં તેણે પત્ની રેખા સાથે ઘટનાની આગલી રાતે ઝઘડો કર્યો હતો.
10/10

સુરતઃ કતારગામમાં યુવકની ઘાતકી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાંખ્યો છે. યુવકની વહેલી સવારે આડાસંબંધના વહેમમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. યુવકને જે યુવતી સાથે સંબંધ હતા, તે જ યુવતીના પતિએ યુવકની કૂહાડીના ઘા મારીને હત્યા કરી નાંખી હતી અને પછી ફરાર થઈ ગયો હતો. જોકે, પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Published at : 03 May 2018 10:42 AM (IST)
Tags :
Surat Murderવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
