શોધખોળ કરો
સુરત: વહેલી સવારે યુવક અને પત્ની બેડરૂમમાં હતાં ને પતિ આવી ગયો પછી પતિએ શું કર્યું? જાણો વિગત
1/5

સુરતઃ લિંબાયતના આસ્તિકનગરમાં પત્ની સાથેના અનૈતિક સંબંધોના કારણે મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખી હતી તેવો બનાવ પ્રકાશમાં આવ્યો છે. હત્યા કર્યા બાદ યુવાન સામેથી લિંબાયત પોલીસ મથકમાં જઇ પોલીસ સમક્ષ હાજર થઇ ગયો હતો. ત્યાર બાદ પોલીસ ઇન્સ્પેક્ટરને કહ્યું, ‘સાહબ, મૈંને ખિચડી કો માર ડાલા હૈ’ એ સાથે જ પોલીસે હત્યારા અને તેના મિત્રની ધરપકડ કરી છે.
2/5

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ સિકંદર અને ખિચડી બન્ને મિત્રો હતા. સિકંદરને બહાર જવાનું થયું હતું. બહારથી આવ્યા બાદ તે 30મીએ વહેલી સવારે સાડા ચાર વાગ્યે ઘરે પહોંચ્યો તો તેની પત્ની સાથે ખિચડી રૂમમાંથી મળ્યો હતો. જેવો સિકંદર આવ્યો કે તુરંત ખિચડી ત્યાંથી ભાગી છૂટ્યો હતો.
Published at : 02 Oct 2018 09:42 AM (IST)
Tags :
Surat PoliceView More





















